- ગિફ્ટ સિટીમાં ડ્રિંક કર્યા પછી વાહન ચલાવશો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાશે
- હેલ્થ, વિઝિટર કે પછી ટૂરિસ્ટ પરમિટ હશે તો વાઈન એન્ડ ડાઈન મળશે
- કંપનીના લીકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારીનું સાથે રહેવુ ફરજિયાત
ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ કંપનીની કેન્ટીનમાં એચઆર હેડની ભલામણથી વિઝિટર્સને દારૂ પીવા મળશે. ગૃહ વિભાગના ACSના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ડ્રાફ્ટ નોટિફિકેશન અને એસઓપીનો મુસદ્દો તૈયાર છે. વિઝિટર્સની સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારીનું સાથે રહેવું ફરજિયાત છે.
સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવો પડશે
નોટિફિકેશન, રૂલ્સ અને SOPના ડ્રાફ્ટમાં કહેવાયુ છે કે, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટની મંજૂરી ગિફ્ટના અધિકૃત અધિકારી દ્વારા મળશે. જ્યારે FL3 લાઈસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત નમૂનામાં ખરીદ- વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવો પડશે. એક રીતે આ ક્ષેત્રમાં કંઈ પણ છાનું કે છુપું રહેશે નહીં. FL3 હેઠળ અધિકૃત થયેલા વિસ્તાર સિવાય ક્યાં પણ લીકરનું સેવન થઈ શકશે નહી!. ગિફ્ટ સિટીમાં ડ્રિંક કર્યા પછી વાહન ચલાવશો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, જાણો ક્યા વધ્યુ તાપમાન
હેલ્થ, વિઝિટર કે પછી ટૂરિસ્ટ પરમિટ હશે તો વાઈન એન્ડ ડાઈન મળશે
પહેલાથી હેલ્થ, વિઝિટર કે પછી ટૂરિસ્ટ પરમિટ હશે તેઓ ગિફ્ટમાં વાઈન એન્ડ ડાઈન મેળવી શકે છે. ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ ફોસેલિટી શરૂ કરવા રાજ્યના ગૃહ વિભાગે તેના ડ્રાફ્ટ નોટિફિકેશન અને રૂલ્સ તેમજ સ્પેશિયલ ઓપરેટિવ પ્રોસિજર્સ એસઓપીનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ પુરીના અધ્યક્ષસ્થાને તૈયાર થયેલા આ મુસદ્દામાં ગિફ્ટ સિટીના વિઝિટર્સ માટે કોર્પોરેટ કંપનીની કેન્ટીગ કે ત્યાં આવેલી હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટમાં બેસીને દારૂ પીવા જે તે કંપનીના હ્યુમન રિસોર્સ એચઆર હેડ કે પછી જવાબદાર અધિકારીની ભલામણથી મંજૂરી આપવા ઠેરવાયું છે.
ગિફ્ટ સિટીમાં ડ્રિંક કર્યા પછી વાહન ચલાવશો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાશે
જો કે, ગિફ્ટ સિટીના અધિકૃત વિઝિટર્સ માટે વાઈન એન્ડ ડાઈન ફોસેલિટી આપવા સાથે જે તે કંપનીના લીકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારીનું સાથે રહેવુ ફરજિયાત રહેશે. મુસદ્દામાં ફોરેન લીકર- FL3 લાઈસન્સની સુવિધા હાલના હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ કે પછી ટૂરિસ્ટ પરમિટ ધારકોને નહીં મળે. આ વ્યવસ્થા માત્ર ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ માટે રહેશે.