અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PMJAYમાંથી ખ્યાતિ સહિત આ 7 હોસ્પિટલને કરવામાં આવી સસ્પેન્ડ, જૂઓ લિસ્ટ

Text To Speech

અમદાવાદ, તા.19 નવેમ્બર, 2024: ફ્રી મેડિકલ કેમ્પ યોજી પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણાં કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. આ કાંડ બાદ સરકાર એકશનમાં આવી છે. પીએમજેએવાય યોજનામાંથી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં  અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ ની 1-1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડો પ્રશાંત વઝીરાણી અને અન્ય ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ હોસ્પિટલને કરવામાં આવી સસ્પેન્ડ

  1. શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંસ્થા, ગીર સોમનાથ
  2. નારીત્વ ટર્નિંગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા.લી, અમદાવાદ
  3. શિવ હોસ્પિટલ, અમદાવાદ
  4. નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટ
  5. ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ
  6. સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત
  7. સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરા

દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2022થી 2024 એમ 3 વર્ષમાં 847 દર્દીઓએ આયુષ્યાન યોજના હેઠળ સારવાર લીધેલી છે. જેમાં 10થી વધુ દર્દીઓ પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં કેટલા આયુષ્માનકાર્ડ ધારકો છે

ગુજરાતમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરુષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઈવેટ અને 1752 પબ્લિક એમ કુલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે મોખરે, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.

આ પણ વાંચોઃ માત્ર 1 રૂપિયામાં જ ખરીદી શકાય છે સોનું, જાણો કઈ રીતે

Back to top button