ટ્રાવેલલાઈફસ્ટાઈલ

TIME મેગેઝિને 2022માં ફરવા માટેના 50 શ્રેષ્ઠ સ્થળો જણાવ્યા, અમદાવાદનું પણ નામ..

ટાઈમ મેગેઝીને વર્ષ 2022 માટે વિશ્વના ‘શ્રેષ્ઠ સ્થળો’ની યાદીમાં ભારતના અમદાવાદ અને કેરળ શહેરોનો સમાવેશ કર્યો છે. આ બંને શહેરોને ‘મુલાકાત માટેના 50 અસાધારણ સ્થળો’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ‘ટાઈમ’ એ જણાવ્યું હતું કે, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પાટા પર પાછી આવી રહી છે. મેગેઝિને જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં પ્રાચીન અને આધુનિક બંને પ્રકારની નવીનતાઓ છે, જે તેને સાંસ્કૃતિક પર્યટનનું કેન્દ્ર બનાવે છે.

 કેરળ

કેરળએ ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલું સુંદર રાજ્ય છે. વૈભવી દરિયાકિનારા, ધાર્મિક સ્થળો અને ઘણા પ્રવાસન સ્થળો તેની સુંદરતાની વાત કરે છે. અહીંના અલેપ્પીમાં સ્થિત આયુર્વેદિક કેન્દ્ર ‘અમાલ ટમારા’ ધ્યાન અને યોગાભ્યાસની પ્રેક્ટીસ કરાવે છે. કેરળમાં પહેલો કારવાં પાર્ક ‘કારવા મીડોઝ’ વૈગામોન નામની જગ્યાએ ખુલવા જઈ રહ્યો છે. આ ઉદ્યાનો ખાસ પ્રવાસ, આનંદ અને રોકાણ માટે બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રવાસીઓના રોકાણ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

અમદાવાદ

આ યાદીમાં અમદાવાદ શહેરનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. અમદાવાદનું નામ ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે પણ નોંધાયેલું છે. સાબરમતી નદીના કિનારે 36 એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમ, સાયન્સ સિટી’ સહિત સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ સ્થળોની યાદી

શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં રાસ અલ ખૈમાહ – સંયુક્ત આરબ અમીરાત, ઉતાહ – સિઓલ, ગ્રેટ બેરિયર રીફ – ઓસ્ટ્રેલિયા, આર્કટિક – સ્પેન, ટ્રાન્સ ભૂટાન ટ્રેઇલ – ભુતાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન – બોગોટાનો પણ સમાવેશ થાય છે.

Back to top button