કાંકરિયાના ઝૂમાં નવું આકર્ષણ જોવા મળશે. જેમાં બે રોયલ બેંગાલ ટાઈગ્રેસનું આગમન થયુ છે. તેમાં એક મહિનાના ક્વોરન્ટાઈન બાદ શહેરીજનો બે વાઘણ નિહાળી શકશે. ઔરંગાબાદ ઝૂ સાથે વિનિમયમાં બે વાઘણ, 6 કાળિયાર મળ્યા છે. તથા બે માદા રોયલ બંગાળ ટાઈગર્સને લાવવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: કરોડોના સટ્ટા કૌભાંડની તપાસમાં હવે પત્તા ખુલશે
રોયલ બેંગાલની બે ટાઈગ્રેસને લાવવામાં આવી
અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં રોયલ બેંગાલની બે ટાઈગ્રેસને લાવવામાં આવી છે. અમદાવાદ ઝૂ અને ઔરંગાબાદ પ્રાણી સંગ્રહાલય વચ્ચે કરાયેલા વિનિયમને પરિણામે અમદાવાદ ઝૂમાં બે રોયલ બંગાલ ટાઈગ્રેસનું આગમન થયું છે. ઔરંગાબાદ ઝૂમાંથી આવેલ પિૃમ બંગાળની બે વાઘણના નામ રંજના અને પ્રતિભા છે. આ બંને વાઘણની ઉંમર અંદાજિત બે વર્ષ અને બે માસ જેટલી છે.
આ પણ વાંચો: મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ
2 હિપ્પોપોટેસમ સહિત કુલ 2006 પશુ-પક્ષી
શહેરના મેયર કિરીટ પરમાર સહિત મ્યુનિ. પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં બે માદા રોયલ બંગાળી ટાઈગ્રેસને મુલાકાતીઓને નિહાળવા માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. ઔરંગાબાદ ઝૂને 3 શિયાળ, 6 શાહુડી, 2 ઈમુ અને 6 સ્પૂન બિલ આપવામાં આવ્યા છે અને તેના બદલામાં અમદાવાદ ઝૂને બે વાઘણ અને 6 કાળિયાર મળ્યાં છે. હાલ અમદાવાદ ઝૂમાં 3 સિંહ-સિંહણ, 1 સફેદ વાઘ, 4 દીપડા, 1 હાથી, 16 શિયાળ, 2 હિપ્પોપોટેસમ સહિત કુલ 2006 પશુ-પક્ષી છે.
આ પણ વાંચો: શંખેશ્વરમાં જૈન મંદિરની ગૌશાળાનું દબાણ તોડતા ગૌપ્રેમીઓમાં આક્રોસ
નિયમ મુજબ ક્વોરન્ટાઈન ટાઈમમાં મૂકવામાં આવ્યા
એક મહિના પહેલા આ બંને વાઘણને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવી હતી અને નિયમ મુજબ ક્વોરન્ટાઈન ટાઈમમાં મૂકવામાં આવ્યા હતા. આજે એક મહિનો પૂર્ણ થતાંની સાથે જ તેઓને લોકો માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ઝૂમાં બે વાઘણ તેમજ 6 કાળિયારને પણ લાવવામાં આવ્યા છે. ભારતના વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા રોયલ બંગાળ ટાઈગરને જોવા માટે હવે પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યમાં જોવા જવું પડશે નહીં. કારણ કે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઔરંગાબાદ પ્રાણી સંગ્રહાલયમાંથી બે માદા રોયલ બંગાળ ટાઈગર્સને લાવવામાં આવી છે.