અમદાવાદ: કાલુપુરની મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/12/Digital-arrest.jpg)
- બેન્ક એકાઉન્ટમાં ડ્રગ્સના લે-વેચના ટ્રાન્ઝેક્શન થયા છે કહીને ડરાવી
- બેન્ક એકાઉન્ટની વિગતો મંગાવીને રૂ.1.16 લાખ પડાવ્યા
- કાલુપુર પોલીસે ફરિયાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં કાલુપુરની યુવતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. જેમાં દિલ્હી ક્રાઇમબ્રાંચ અને સીબીઆઇ અધિકારીની ઓળખ આપીને સાયબર ગઠિયાઓએ તમારા બેન્ક એકાઉન્ટમાં ડ્રગ્સના લે-વેચના ટ્રાન્ઝેક્શન થયા છે કહીને ડરાવી ધમકાવી હતી અને બનાવટી એરેસ્ટ વોરંટ અને નોટિસ વોટસએપ ઉપર મોકલ્યા બાદ બેન્ક એકાઉન્ટની વિગતો મંગાવીને રૂ.1.16 લાખ પડાવ્યા હતા.
કાલુપુર પોલીસે ફરિયાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગે કાલુપુર પોલીસે ફરિયાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાલુપુરમાં રહેતી મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં દિલ્હી ક્રાઇમબ્રાંચ અધિકારી તથા સુનિલકુમાર ન્યૂ દિલ્હી વસંતકુંજ પોલીસ સ્ટેશન અધિકારી અને અનિલ યાદવ સીબીઆઇ અધિકારીની ઓળખ આપનારા સામે ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલે છે અને તમારા બેન્ક એકાઉન્ટમાં ડ્રગ્સની લે-વેચના ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને તમારા 20 ડેબિટકાર્ડ તથા પાસપોર્ટ જપ્ત કર્યા છે કહેતા યુવતી ડરી ગઇ હતી.
આધારકાર્ડ મંગાવ્યા બાદ મહિલાને એરેસ્ટ વોરંટ અને નોટિસ મોકલી
થોડીવારમાં અજાણ્યા નંબર ઉપરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. તેણે મહિલાને ડરાવીને આધારકાર્ડ મંગાવ્યા બાદ મહિલાને એરેસ્ટ વોરંટ અને નોટિસ મોકલી હતી. ગઠિયાઓએ સીબીઆઈના અધિકારીની ઓળખ આપીને તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે કહીને ઘર લોક કરાવ્યું હતું અને મોબાઈલ સામે મુકાવ્યો હતો.
મહિલાને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી
ત્યારબાદ મહિલાને તેમના બેંકના ખાતા વિશેની પૂછપરછ કરી હતી. બાદમાં આરોપીએ તમારું બેંક એકાઉન્ટ તપાસ માટે આરબીઆઈમાં વેરિફિકેશન માટે મોકલવાનું છે. જેના સિક્યુરિટી ચાર્જ પેટે બેંકના ખાતામાં રહેલા પૈસા હાલ ભરવા પડશે જે વેરિફિકેશન બાદ રિફંડ મળી જશે કહી મહિલાના ખાતામાંથી બે ટ્રાન્જેક્શન દ્વારા એક લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ફરીથી અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો અને બીજી નોટિસ મોકલી હતી. જેમાં બીજા 16,૦૦૦ રૂપિયા ભરવાનું કહેતા મહિલાએ 16,૦૦૦ રૂપિયા ભર્યા હતા. મહિલાએ વેરિફિકેશન બાદ તેમના બેંકમાં ભરેલા પૈસા પરત માંગવા વોટસએપ પર કોલ કર્યો ત્યારે સામેવાળી વ્યક્તિએ ફોન ઉઠાવ્યો ન હતો. જેથી મહિલાને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં નવો રોડ બનાવવા કિમી દીઠ 4.77 કરોડનો ખર્ચ