ગુજરાત

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામથી યુવાન સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડ્યો

  • યુવતી માતા પિતાની વિરુદ્ધ જઈને લગ્ન કરતા હેરાન થવાનો વારો આવ્યો
  • ઈન્સ્ટાગ્રામથી થયેલો પ્રેમ 10 દિવસ પણ ના ચાલ્યો
  • પતિ અને સાસરીયાઓએ પિયરપક્ષ સાથે સંબંધ નહીં રાખવાનું કહી ત્રાસ આપ્યો

ઈન્સ્ટાગ્રામથી થયેલો પ્રેમ 10 દિવસ પણ ના ચાલ્યો અને યુવતી પિતા પાસે પરત આવી ગઇ હતી. પતિ અને સાસરિયાઓએ પિયરપક્ષ સાથે સંબંધ નહીં રાખવાનું કહી ત્રાસ આપ્યો હતો. પિતા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા, પણ સાસરિયાએ ત્રાસ ગુજારતા અભયમ બોલાવી હતી.

આ પણ વાંચો:  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતે મુખ્યમંત્રીની હાજરીમાં સર્જ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

પોતાની ભાભીને મેસેજ કરી પિતાના ઘરે આવવાની ઈચ્છા દર્શાવી

આજકાલ સોશિયલ મીડિયાથી થયેલ વાતચીત બાદ યુવક યુવતી માતા પિતાની વિરુદ્ધ જઈને પણ લગ્ન કરતા હોય છે. જોકે આવા કેટલાક લગ્નો વધુ ચાલતા ન હોવાના બનાવો પણ બનેછે, ત્યારે આવો જ એક કિસ્સો નડિયાદમાં બનવા પામ્યો હતો. જ્યાં ઈન્સ્ટાગ્રામથી થયેલ પ્રેમથી યુવતીએ પિતા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા, જો કે લગ્નના દસજ દિવસમાં સાસરીયાએ ત્રાસ ગુજારતા અભયમ બોલાવવી પડી હતી.

આ પણ વાંચો: વિશ્વ યોગ દિવસે જાણો યોગના આઠ અંગો વિશે સરળ ભાષામાં, જીવનમાં આવશે પરિવર્તન 

અમદાવાદમાં રહેતી ગ્રેજ્યુએટ 21 વર્ષની અને નોકરી કરતી યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે નડિયાદના એક યુવક સાથે ઓળખાણ થઈ હતી. છ મહિના ચેટીંગ કર્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે યુવતીના માતા પિતા રાજી ન હોઈ યુવતીએ માતા પિતા વિરુદ્ધ જઈને ભાગીને યુવક સાથે લગ્ન કરી લીધા હતા. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે યુવતીએ તેના પતિ સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. લગ્નના દસ દિવસ બાદ યુવતીને પિતાની યાદ આવતા તેણે પિતાનો સંપર્ક કરવાની ઈચ્છા પતિને દર્શાવી હતી.

આ પણ વાંચો:  ગુજરાતના આ સાત જિલ્લામાં પીવાના પાણીનો કકળાટ વધ્યો

પતિ અને સાસરીયાઓએ પિયરપક્ષ સાથે સંબંધ નહીં રાખવાનું કહી ત્રાસ આપ્યો

જો કે પતિ અને સાસરીયાઓએ પિયરપક્ષ સાથે સંબંધ નહીં રાખવાનું કહી ત્રાસ ગુજારી મોબાઈલ પણ લઈ લીધો હતો. જોકે મોકો જોઈ યુવતીએ પતિના મોબાઈલથી પોતાની ભાભીને મેસેજ કરી પિતાના ઘરે આવવાની ઈચ્છા દર્શાવી પોતાની સમસ્યા જણાવી હતી. જેથી યુવતીના પિતાએ અભયમ 181ને કોલ કર્યો હતો. નડિયાદ અભયમની ટીમે બંને પક્ષોની વાતચીત સાંભળી હતી. લાંબાગાળાના કાઉન્સેલીંગ સેન્ટર વિશે પણ યુવતીને માહિતી આપી હતી. જો કે યુવતીને તેના પિતાના ઘરે જવું હોય તેના પિતાને સોંપવામાં આવી હતી.

Back to top button