ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : સતત બીજા દિવસે કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ

Text To Speech

હજી ગઈકાલે શનિવારના રોજ બપોરે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, તેવી જ સ્થિતિ રવિવારના રોજ પણ જોવા મળી હતી. જો કે સવારથી ગરમી અને અસહ્ય બફારાથી લોકો હેરાન થઈ રહ્યા હતા. ત્યારે બપોર બાદ હાલમાં અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે.

જેમાં અમદાવાદ શહેરના વેજલપૂર, વસ્ત્રાપુર અને સેટેલાઇટ, કાલુપુર રેલવે સ્ટેશન, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત પાલડી, ઈસનપુર, મણિનગર, જમાલપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમ જ વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 13 સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી ત્યારે અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

Back to top button