અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: 6 મહિનાથી ખોદીને મૂકી દેવાયું છે, VIP રોડ પરના દુકાનદારો ગ્રાહકો પરેશાન; દુકાનો ખાલી કરવા મજબૂર બન્યા

14 એપ્રિલ અમદાવાદ:  અમદાવાદ શહેરનાં શેલા વિસ્તારના VIP રોડ પર આવેલા સ્કાય ઓર્ચિડ કોમ્પ્લેક્સમાં 6 મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ નથી કરાયું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દોઢ બે કિલોમીટર સુધીના અંતરમાં ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરીને ડ્રેનેજની પાઇપો ઘણા સમયથી ત્યાં મૂકી રાખવામાં આવેલી છે. જેના કારણે કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનદારોના વ્યાપાર પર અસર પડી રહી છે. અને ઊંચા ભાડા હોવાને કારણે દુકાનદારો દુકાન ખાલી કરવા મજબૂર બન્યા છે. ત્યારે કોર્પોરેશન ક્યારે આ કામ પૂર્ણ કરશે તે મોટો સવાલ છે?

કરોડોની કિંમતની દુકાનો ધૂળ ખાઈ રહી છે
અમદાવાદ શહેરમાં બોપલ, શેલા વિસ્તાર ખૂબ ડેવલપ થતો વિસ્તાર છે. અમદાવાદનાં મોટાભાગના બિલ્ડરો હાલ ત્યાં ડેવલોપમેન્ટ કરી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન પણ તમામ પ્રકારની સવલતો પૂરી પાડી રહ્યું છે. ત્યારે છેલ્લા વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડપરના સ્કાય ઓર્ચિડ કોમ્પ્લેક્સનાં દુકાનદારો તેમજ રહીશો કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન નાખવા માટે શરૂ કરાયેલા કામને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનું જણાવવાનું છે કે કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરાયા પછી કામ પૂરું કરવા માટે તથા કામ કરવા માટે કોઈ અધિકારીઓ ભાગ્યે જ દેખાય છે, અહીંયા કરોડોની કિંમતની દુકાનો છે. દુકાનોના ભાડા પણ મોટી માત્રામાં છે. ત્યારે ગ્રાહકો અહીંયા ઊભા રહેવાનું પણ પસંદ નથી કરતા, અમને વારંવાર ફરિયાદો કરે છે. અમુક દુકાનદારો તો દુકાનો ખાલી કરીને પણ જતા રહ્યા છે. અને સ્વીટ તેમજ ખાણીપીણીની દુકાનોમાં પણ ડ્રેનેજ લાઈન માટે ખોદીને મૂકી રાખવામાં આવવાથી અંદર ધૂળ ડમરીઓ આવી રહી છે. જેથી અમારી પ્રોડક્ટને પણ નુકસાન થઈ રહ્યું છે.

 

ગ્રાહકો અહીં ઊભા રહેવાનું પણ પસંદ નથી કરતા
Q લેન્ડ પાન હાઉસનાં માલિક હર્ષ તિવારી એચડી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારી દુકાનોમાં ગ્રાહકો આવવાનું ટાળી રહ્યા છે, ઘણીવાર તો રોડ ઉપર કારમાં બેસીને અમોને ફોન કરે છે કે અમે તમારી દુકાનમાં નહીં આવીએ અહીં આવીને રોડ પર આપી જાવ તેમજ કોઈક ગ્રાહક દુકાનમાં આવે તો ઘણી બધી ફરિયાદો કરે છે. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું થઈ શકે એટલું ઝડપથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અહીં આવીને ડ્રેનેજનું તમામ કામ પૂર્ણ કરીને વ્યવસ્થિત રોડ કરી આપે જેથી અમે લોકો ધંધો કરી શકીએ

Back to top button