ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : અકસ્માત બાદ લોકોએ આરોપી તથ્ય પટેલને માર માર્યાનો વિડિયો આવ્યો સામે

Text To Speech

ઈસ્કોન બ્રિજ પાસે પહેલાથી જ એક અકસ્માત સર્જાયો હતો તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન પૂર ઝડપે જેગુઆર ગાડી આવી અને 9 લોકોને કાળ બની ભરખી ગઈ હતી. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. અકસ્માત પછીનો વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માત સર્જનાર કાર ચાલકને લોકો માર મારતા જોવા મળી રહ્યા છે.

ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માતમાં 9 લોકોના મોત

મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.ત્યાં ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે પૂર ઝડપે 180થી વધુની સ્પિડ પર આવી રહેલી જેગુઆર ગાડીએ અકસ્માત પાસે ઉભેલા ટોળાને ફંગોળ્યું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા બધા લોકો હવામાં ફંગોળાઈ 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા.

અક્સમાત બાદ લોકોએ નબીરાને માર માર્યો

આ ગોઝારા અકસ્માત બાદ તેના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં આ નબીરા કાર ચાલક પર લોકોના ટોળા તૂટી પડ્યા હતા. અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. હાલ આરોપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાધ ધરી છે.

નબીરા તથ્ય પટેલના પિતાનો ગુનાહિત ઈતિહાસ

શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જો છે. જે એસ.જી હાઈવે પર મોડી રાત્રે પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો.જાણકારી મુજબ નબીરા તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ગેંગરેપના કેસમાં આરોપી પણ છે.

નબીરા તથ્ય પટેલને બચાવવા પરિવારે કર્યું નાટક

જાણવા મળી રહ્યું છે કે અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો.નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

 આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર નબીરો તથ્ય પટેલ કોણ છે ?,પિતા છે ગેંગરેપનો આરોપી

Back to top button