

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખી છે. હાલ આ અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ : અકસ્માત બાદ લોકોએ આરોપી તથ્ય પટેલને માર માર્યાનો વિડિયો આવ્યો સામે
ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો લાઈવ વિડીયો આવ્યો સામે
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ ચકચારી ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે અકસ્માત સર્જાતા કેટલાક લોકો અહીં ટોળું વળીને ઉભા છે. આ દરમિયાન પુરપાટ ઝડપે આવેલી કાર આ લોકો પર ફરી વળે છે.
આ પણ વાંચો : અમદાવાદના ઇસ્કોન બ્રિજની પનોતી બેઠી! 9 વ્યક્તિઓનો ભોગ લેનાર અકસ્માતના સ્થળે થયો વધુ એક અકસ્માત