ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટેગ સાથે અમદાવાદ ફ્ટાકડા બનાવવામાં અગ્રેસર

  • બજારમાં વેચાતા ફ્ટાકડામાંથી 40 ટકા જેટલા ફ્ટાકડા ‘મેડ ઇન અમદાવાદ’ના
  • અમદાવાદનું વાંચ ગામ એટલે ગ્રીન ફ્ટાકડાઓનું શિવાકાશી
  • મોટાભાગના વિવિધ વેરાઈટીના ફ્ટાકડાઓના પેકિંગ પણ થઈ ગયા છે

ગુજરાતમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટેગ સાથે અમદાવાદ ફ્ટાકડા બનાવવામાં અગ્રેસર છે. જેમાં રાજ્યના બજારમાં 40 ટકા ફટાકડા ‘મેડ ઈન અમદાવાદ’ અમદાવાદનું વાંચ-ગામ એટલે ગ્રીન-ફટાકડાઓનું શિવાકાશી બન્યું છે. અહીંની બનાવટના ફટાકડાનો ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ સપ્લાય કરવામાં આવે છે. ત્યારે 20થી વધુ ફેક્ટરીઓમાં 600થી વધુ કારીગરો દ્વારા 365 દિવસ ફ્ટાકડા તૈયાર કરે છે.

બજારમાં વેચાતા ફ્ટાકડામાંથી 40 ટકા જેટલા ફ્ટાકડા ‘મેડ ઇન અમદાવાદ’ના

આ વર્ષે ફટાકડાની માગ ગત વર્ષ કરતાં ઓછી હોવાથી ભાવમાં પણ 20 ટકા જેટલો ઘટાડો થયો છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફ્ટાકડા હોલસેલ બજારમાં ફ્ટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટેગને આત્મસાત કરીને હવે અમદાવાદ પણ ફ્ટાકડા બનાવવામાં અગ્રેસર બન્યું છે. બજારમાં વેચાતા ફ્ટાકડામાંથી 40 ટકા જેટલા ફ્ટાકડા ‘મેડ ઇન અમદાવાદ’ના છે. જોકે દર વર્ષે દિવાળી ટાણે ફ્ટાકડાથી પ્રદૂષણ થતું હોવાની બૂમો ઊઠતી હોય છે, જેને પગલે ગ્રીન ફ્ટાકડાનું ચલણ છેલ્લાં કેટલાક સમયથી વધ્યું છે. ત્યારે અમદાવાદનું વાંચ ગામ એટલે ગ્રીન ફ્ટાકડાઓનું શિવાકાશી કે જ્યાં બારે માસ ફ્ટાકડા બનાવવામાં આવે છે. આ ફટાકડા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.

મોટાભાગના વિવિધ વેરાઈટીના ફ્ટાકડાઓના પેકિંગ પણ થઈ ગયા છે

દિવાળીને ગણતરીનો સમય બાકી હોવાથી મોટાભાગના વિવિધ વેરાઈટીના ફ્ટાકડાઓના પેકિંગ પણ થઈ ગયા છે. વાંચ ગામમાં આવેલ 20થી વધુ ફેક્ટરીઓમાં 600થી વધુ કારીગરો દ્વારા 365 દિવસ ફ્ટાકડા તૈયાર કરતાં હોય છે. આ કારીગરો ગામ સહિત આસપાસના વિસ્તારો તેમજ રાજસ્થાન, યુપી અને દાહોદથી પણ આવેલા કારીગરો ફ્ટાકડા બનાવવાનુ કામ કરી રહ્યા છે. આ ફેક્ટરીઓ દ્વારા ગ્રીન ફ્ટાકડાઓનુ ઉત્પાદન કરી રહ્યા છે. જોકે, આ વર્ષે માગ પણ ઓછી હોવાની સાથે ભાવમાં પણ 20 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગ્રીન ફ્ટાકડા શું છે?

ગ્રીન ફ્ટાકડા બનાવવામાં ફ્લાવર પોટ્સ, પેન્સિલ, સ્પાર્કલ્સનો ઉપયોગ થાય છે. આ ફ્ટાકડા હવાને ઓછું પ્રદૂષિત કરે છે. ગ્રીન ફ્ટાકડા માત્ર કદમાં નાના નથી હોતા, પરંતુ તેને બનાવવામાં કાચો માલ પણ ઓછો વપરાય છે. જેથી વિસ્ફોટ પછી ન્યૂનતમ પ્રદૂષણ ફેલાય.

Back to top button