ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં અમદાવાદ પ્રથમ નંબરે, જાણો બીજા પર કયુ શહેર
- સુરતમાં 100 કરોડ રૂપિયાથી વધુના 24 પ્રોજેક્ટ છે
- આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રિયલ એસ્ટેટ
- ચાલુ નાણાકીય વર્ષમાં નવા પ્રોજેક્ટોના મામલે અમદાવાદ પ્રથમ
ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં રેરામાં નોંધણીમાં અમદાવાદ પ્રથમ નંબરે છે. તેમજ સુરત બીજા નંબરે આવે છે. સુરતમાંથી ચાલુ વર્ષે 211 પ્રોજેક્ટની નોંધણી થઈ છે. સુરતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલ સારો માહોલ છે. તેમજ સુરતમાં 100 કરોડ રૂપિયાથી વધુના 24 પ્રોજેક્ટ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં વધારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રિયલ એસ્ટેટ સેક્ટર
સુરતના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલ સારો માહોલ છે. રેસિડેન્શિયલ, કોમર્શિયલની બન્ને સેક્ટરમાં સારી ઇન્ક્વાયરી હોવાથી બિલ્ડર્સ પણ નવા પ્રોજેક્ટો શરૂ કરવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં નવા પ્રોજેક્ટોના મામલે ગુજરાતમાં અમદાવાદ પ્રથમ અને સુરત બીજા સ્થાન પર છે. સુરતમાં ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કુલ 211 પ્રોજેક્ટ નોંધાયા છે. જેમાં 100 કરોડ રૂપિયાથી વધુના 24 પ્રોજેક્ટ છે. જ્યારે 50 કરોડથી વધુના 37 પ્રોજેક્ટ નિર્માણાધીન છે. તે ઉપરાંત હાલ કેટલાક પ્રોજેક્ટોની ફાઇલ સુરત મહાનગરપાલિકામાં પ્રોસેસ હેઠળ છે.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓનું બજેટ વઘ્યું, માવઠાથી સિંગતેલના ભાવ વધ્યા
બિલ્ડર્સનું માનવું છે કે હાલ રિયલ એસ્ટેટ સેક્ટર માટે માહોલ સારો છે
બિલ્ડર્સનું માનવું છે કે હાલ રિયલ એસ્ટેટ સેક્ટર માટે માહોલ સારો છે. શહેરની ચારેય તરફ નવા વિસ્તારોમાં બિલ્ડર્સ દ્વારા પ્રોજેક્ટ મુકાઇ રહ્યા છે. લોકો તરફથી પણ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બન્ને પ્રકારના પ્રોજેક્ટ લોકોને પસંદ પડી રહ્યા છે. એફોર્ડેબલ અને મધ્યમ કિંમતના ફ્લેટ સાથે લોકો લક્ઝરિયસ ફ્લેટ માટે પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે.