અમદાવાદ : મેટ્રોના સમય અને રૂટ અંગેની માહિતી જાહેર, જાણી લો તમામ વિગત
અમદાવાદ : અમદાવાદની નવી લાઇફલાઇન એટલે મેટ્રો. વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ લીલીજંડી બતાવીને અમદાવાદની મેટ્રો ની શરૂવાત કરાવી હતી.અને સાથે-સાથે મેટ્રો મુસાફરી કરી હતી.તેમજ અમદાવાદીઓ જેની આતુરતાં પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.તે મેટ્રોની આજથી વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીનાં 21 કિલોમીટરમાં રૂટ પર આજથી મેટ્રોની મુસાફરી કરી શકશે.
મેટ્રો નો સમય : સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધી
અમદાવાદમાં મેટ્રો નો ટાઇમ સવારનાં 9 વાગ્યા થી લઈને રાતના 8 વાગ્યા સુધીનો રહશે.
ટીકીટ નો દર
અમદાવાદ મેટ્રોની વસ્ત્રાલ ગામથી થલતેજનો ટીકીટનો દર માત્ર રૂ. 5 થી રૂ.35 નો દર નકકી કરવામાં આવ્યો છે. આ મેટ્રો થી અમદાવાદના લોકોને ટ્રાફિકની સમસ્યા તેમજ સમયની બચત સાથે સાથે નાણાની બચત પણ થશે.
વાસણા APMC થી સ્ટેડીયમનો રૂટ 6 ઓકટોબર થી થશે શરૂ
અમદાવાદ વાસણા APMC થી સ્ટેડીયમ નો રૂટ 6 ઓકટોબર થી શરૂ કરવામાં આવશે.અને અમદાવાદ ના મુસાફરો માટે દર 30 મિનીટ ના અંતરે મેટ્રો મળશે અને વાસણા APMC થી સ્ટેડીયમ પહોચવામાં માત્ર 35 મિનીટ નો સમય લાગશે.
આ પણ વાંચો : નડિયાદ : નવરાત્રિમાં બાળકોને ગરબા નહીં પણ તાજિયા રમાડવા દબાણ કરતાં, વિવાદ આવ્યો સામે