

અમદાવાદ, 29 ફેબ્રુઆરી 2024,શહેરમાં વાહનચાલકોના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ગત 25 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક અને યુવતી બાઈક પર અશ્ચિલ ચેનચાળા કરતાં હતાં. આ વીડિયો પોલીસના ધ્યાને આવતાં પોલીસે યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 25 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયામાં નિકોલ રીંગરોડ પર બાઇક ઉપર અસ્લીલ ચેન-ચાળા કરતા યુવક-યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. જે વિડિયો જોતા એક બાઇક ચાલક તેના બાઇકના ફ્યુઅલ ટેન્ક ઉપર એક યુવતીને બેસાડી તેની સાથે ચાલુ બાઇકે અસ્લીલ ચેન-ચાળા કરતો હોવાનુ જણાતા બાઇક ચાલકની પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી.
પોલીસે યુવકની ધરપકડ કરી
આ બાઇક ચાલક યુવકની ઉંમર 21વર્ષ અને તેનું નામ વિવેક હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી તેના ઘરે જઇ તપાસ કરતા તે તેની બાઇક સાથે હાજર મળી આવતા તેની વિરુધ્ધ “આઇ” ટ્રાફિક પો.સ્ટે ખાતે ગુનો નોંધયો છે. તેમજ બાઇકને ડિટેઇન કરવામાં આવેલ છે. તે ઉપરાંત તેની સાથે રહેલી અજાણી યુવતીની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃધોલેરામાં ટાટા ગ્રૂપના ચિપ ફેબ યુનિટને કેન્દ્રની લીલીઝંડી, 27 હજાર કરોડનું રોકાણ કરશે