ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ, ફલાવરપાર્ક સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફીમાં વધારો

Text To Speech
  • ભાવવધારો સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા અમલી પણ બનાવી દેવાયો
  • આ તમામ ભાવ વધારો 17 ઓક્ટોબરથી લાગુ પડશે
  • ત્રણ વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ વ્યકિતને વિનામૂલ્યે પ્રવેશ અપાશે

અમદાવાદ શહેરના સાબરમતી નદી ખાતે આવેલા રિવરફ્રન્ટ પર બનેલ અટલબ્રિજ, ફલાવરપાર્ક સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે 12 વર્ષથી વધુની વયનાને અગાઉ રુપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી, જેના હવે સીધી રુપિયા 50 કરવામાં આવ્યા છે.

17 ઓક્ટોબરથી ભાવ વધારો લાગુ પડશે

રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે. બાયોડાયવર્સીટી પાર્કમાં 12 વર્ષથી વધુની વયનાએ મુલાકાત લેવા હવે રુપિયા ત્રીસ સુધીનો વધારો ચૂકવવો પડશે. 17 ઓકટોબર-2024થી આ ભાવવધારો સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા અમલી પણ બનાવી દેવાયો છે.

ત્રણ વર્ષ સુધીની વયના બાળકો અને દિવ્યાંગ વ્યકિતને વિનામૂલ્યે પ્રવેશ અપાશે

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલફુટ ઓવર બ્રિજ ઉપરાંત અલગ અલગ છ જેટલાં પાર્કસ અને ગાર્ડન આવેલા છે. રિવરફ્રન્ટ વેસ્ટ તરફ ઉસ્માનપુરા પાર્ક, બી.જે.પાર્ક, બાયોડાયવર્સીટી પાર્ક, ફલાવરપાર્ક તેમજ રિવરફ્રન્ટ ઈસ્ટ તરફ સુભાષબ્રિજ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષ સુધીની વયના બાળકો અને દિવ્યાંગ વ્યકિતને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.

આ પણ વાંચો: ગુજરાત: વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો,ભાવ આસમાને પહોંચ્યા

Back to top button