અમદાવાદ: શહેરમાં ડેન્ગ્યૂ, તાવ સહિત વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો
- સોલા સિવિલ હોસ્પિલટલમાં એક સપ્તાહમાં 1876 દર્દીઓને સારવાર આપવામાં આવી
- ચોમાસાની સિઝનમાં ભારે તાવ સહિત શરદી, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ
- અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરાઈ રહી છે
અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂ, તાવ સહિત વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુના ગત સપ્તાહે શંકાસ્પદ કેસ 241 હતા, આ વખતે 457 થયા છે. તેમજ ઝાડા-ઊલટીને લગતા 31, વાયરલ હિપેટાઈટિસમાં 10 દર્દી છે . અમદાવાદની સોલા સિવિલ હોસ્પિલટલમાં એક સપ્તાહમાં 1876 દર્દીઓ આવ્યા છે. ચોમાસાની સિઝનમાં ભારે તાવ સહિત શરદી, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવા નિર્ણય કર્યો
સોલા સિવિલ હોસ્પિલટલમાં એક સપ્તાહમાં 1876 દર્દીઓને સારવાર આપવામાં આવી
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિલટલમાં એક સપ્તાહમાં 1876 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ અગાઉના સપ્તાહમાં 1776 દર્દીએ સારવાર લીધી છે. ડેન્ગ્યુના ગત સપ્તાહે 29 કેસ હતા, જે આ વખતે સીધા વધીને 125 થયા છે. ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ હતા, આ વખતે 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. વરસાદી સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેને પગલે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થયો છે. સોલા સિવિલમાં ઝાડા ઉલટીને લગતા 31 કેસ આવ્યા છે. વાયરલ હિપેટાઈટિસમાં 10 દર્દીઓ આવ્યા છે, જે ગત સપ્તાહે 9 કેસ હતા, ટાઈફોઈડના 8 કેસ આવ્યા છે, અગાઉ 6 દર્દી નોંધાયા હતા.
અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરાઈ રહી છે
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફલૂના કેસ નિયંત્રણમાં છે. સોલા સિવિલમાં આ સપ્તાહે બે જ્યારે અગાઉ 6 કેસ આવ્યા હતા. આ તમામના રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય તંત્રે હાશકારો અનુભવ્યો છે. ગત સપ્તાહે 241 કેસ હતા, આ વખતે વધીને 457 થયા છે, મેલેરિયાના ગત સપ્તાહે 163 શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના નવા કેસ સામે આવ્યા નથી, અત્યાર સુધી રાજ્યમાં કુલ 153 કેસ નોંધાયા છે જ્યારે લેબોરેટરીમાંથી 57 પોઝિટિવ રિપોર્ટ હોવાનું કન્ફર્મ થયું છે. અત્યાર સુધીમાં કુલ 66 બાળકોનાં મોત થયા છે. સરકારી દાવા પ્રમાણે અત્યારે વાયરલ એન્કેફેલાઈટિસના 19 બાળકો દર્દી સારવાર હેઠળ છે જ્યારે 68 દર્દીઓને અત્યાર સુધીમાં રજા આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરાઈ રહી છે.