ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: વાડીલાલ કેમિકલ કંપની સાથે યુકેની કંપનીના નામે ગઠિયાઓએ રૂ. 1.42 કરોડની ઠગાઈ આચરી

  • ઠગ ટોળકીએ યુકેની કંપનીના નામે ઇમેઇલ કરીને કંપનીનો સંપર્ક કર્યો
  • કંપનીની એકાઉન્ટન્ટે અજાણ્યા ગઠિયા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
  • ડોક્યુમેન્ટ બેંક ઓફ્ બરોડાની તરફ્થી ઈંગ્લેન્ડમાં આવેલી બાર્કલેય્ઝ બેંકને મોકલી આપ્યા

અમદાવાદમાં વાડીલાલ કેમિકલ કંપની સાથે યુકેની કંપનીના નામે ગઠિયાઓએ રૂ. 1.42 કરોડની ઠગાઈ આચરી છે. જેમાં બોપલ-આંબલી રોડ પર આવેલી કેમિકલ કંપની સાથે રૂપિયા 1.42 કરોડની ઠગાઈ થઇ છે. તેમાં યુકેની કંપનીના નામે મેઇલ કરી કેમિકલ ગેસ મંગાવ્યો હતો. તથા બાર્કલેય્ઝ બેંકનો ચેક મોકલ્યો, હતો. તેમાં તપાસ કરતા તે બ્રાંચ બંધ થઈ ગયાનું ખૂલ્યું છે. ઠગ ટોળકીએ યુકેની કંપનીના નામે ઇમેઇલ કરીને કંપનીનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવ સામેની લડાઈમાં 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો

કંપનીની એકાઉન્ટન્ટે અજાણ્યા ગઠિયા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

બોપલ-આંબલી રોડ પર આવેલ વાડીલાલ કેમિકલ કંપની સાથે યુકેની કંપનીના નામે ગઠિયાઓએ રૂ. 1.42 કરોડની ઠગાઈ આચરી છે. જેમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે કેમિકલ અને ગેસનો માલસામાન મગાવ્યો હતો. બાદમાં બંધ થઇ ગયેલી યુકેની બાર્કલેય્ઝ બેન્કનો ચેક અને વિગતો પેમેન્ટ મોકલીને ઠગાઈ આચરી હતી. ઠગ ટોળકીએ યુકેની કંપનીના નામે ઇમેઇલ કરીને કંપનીનો સંપર્ક કર્યો હતો. આ અંગે એકાઉન્ટન્ટે અજાણ્યા ગઠિયા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાત: રામનવમી અને લોકસભા ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ, મોબાઈલ કેમેરા અને FRCથી રાખશે નજર 

ડોક્યુમેન્ટ બેંક ઓફ્ બરોડાની તરફ્થી ઈંગ્લેન્ડમાં આવેલી બાર્કલેય્ઝ બેંકને મોકલી આપ્યા

ઘોડાસરમાં રહેતા દિપલ સોની આંબલી-બોપલ રોડ પર આવેલી વાડીલાલ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત 10 જાન્યુઆરીએ કંપનીના ઇ-મેઇલ પર યુકેની એક કંપની પેસેફિક હોરિઝોન ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મેઇલ આવ્યો હતો. આ કંપની દ્વારા કેમિકલ અને ગેસ અંગે પૂછપરછ કરાઈ હતી. જે બાદ કંપનીએ રૂ. 1.43 કરોડના ગેસ-કેમિકલનો ઓર્ડર કન્ફર્મ કરીને બાર્કલેય્ઝ બેંકની વિગતો અને પેમેન્ટ માટે ચેક નંબર મોકલી આપ્યો હતો અને કેમિકલ અને ગેસ યુગાન્ડામાં આવેલી કંપનીની બીજી શાખામાં મોકલી આપવા માટેની સૂચના આપી હતી. આથી વાડીલાલ કંપનીએ ત્રણ અલગ અલગ કન્ટેઇનરમાં મુંબઇ નાવાસેવા પોર્ટથી દારેસલામ પોર્ટ અને ત્યાંથી તાન્ઝાનિયા થઇને યુગાન્ડા પ્રોડક્ટ મોકલી આપી હતી. ત્યારબાદ એક્સપોર્ટ ઇન્વોઇસ સહિતના ડોક્યુમેન્ટ બેંક ઓફ્ બરોડાની તરફ્થી ઈંગ્લેન્ડમાં આવેલી બાર્કલેય્ઝ બેંકને મોકલી આપી હતી. પરંતુ, જાણવા મળ્યું હતું કે આ બેંક 2021માં જ બંધ થઈ ગઈ હતી.

Back to top button