અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : Appમાં રેટિંગ સુધારવાના નામે ગઠિયાઓએ 10.30 લાખ રૂપિયા પડાવી લીધા

Text To Speech

અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી દ્વારા અનેક પ્રકારની લોભામણી સ્કીમો મૂકી લોકોને ફસાવવામાં આવી રહ્યા હોવાના વારંવાર બનાવ સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

અમદાવાદમાં સાઈબર ક્રાઈમનો વધુ એક કિસ્સો

જાણકારી મુજબ અમદાવાદમાં હાથીજણમાં રહેતા યુવકને મોબાઈલમાં વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, કેડિગો નામની કંપની મોબાઈલ એપ્લિકેશનના સરવેનું કામ કરીને તેનું રેટિંગ સુધારવાનું કામ આપે છે. અને આ કામ મેળવવા માટે યુવકને ટેલિગ્રામ એપ્લિકેશન પર વાત કરવા માટે કહ્યું જેથી યુવકે ટેલિગ્રામમાં ચેટીંગ કરીને કામને લગતી માહિતી મેળવી . હતી. જેમા કામ કરવા માટે પહેલા ડિપોઝિટ ભરવા યુવકને જણાવવામા આવ્યું હતું.

સાઈબર ક્રાઈમ-humdekhengenews

ઓનલાઈન કામની લાલચમાં 10.30 લાખ રૂપિયા ગૂમાવ્યા

હાથીજણ ખાતે રહેતા અને ઇસ્કોન ખાતે ખાનગી કંપનીમાં સિનિયર ટીમ લીડર તરીકે નોકરી કરતા બ્રિજેશ ગજ્જર સાથે આ છેતરપિંડી કરવામાં આવી છે. આ યુવકને વોટ્સઅપમાં મોબાઈલ એપ્લિકેશનના સર્વેનું કામ કરી તેનું રેટિંગ સુધારવાનું કામ કરી કમિશન પણ આપવામાં આવશે એવો મેસેજ આવ્યો હતો. બ્રિજેશને સર્વેના કામ પહેલાં ડિપોઝિટ ભરવાનું કહેવામાં આવ્યુ હતું. અને બ્રિજેશે ગઠિયાની વાતમાં આવીને કુલ 10.30 લાખ રૂપિયા ડિપો‌ઝિટ પેટે ઓનલાઇન ટ્રાન્સફર પણ કરી દીધા હતા. અને ત્યારબાદ આ ગઠિયાએ બ્રિજેશ પાસે વધુ રૂપિયાની માગણી કરતા તેને વધ પૈસા આપાવાની ના પાડી હતી. અને તેને તેના પૈસા પરત માંગ્યા હતા. ત્યારે આ ગઠિયાએ પેનલ્ટીની રકમ ભર્યા બાદ તેને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહ્યુ હતું. અને આમ બ્રિજેશને તેની સાથે છેતરપિંડી તઈ હોવાની ખબર પડતા તેને આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ ગે સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

આ પણ વાંચો : મોરબી ઝુલતોપુલ દુર્ઘટના : આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર

Back to top button