અમદાવાદ: તળાવના પુનઃવિકાસ મામલે AMCએ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કર્યું
- વોકવે સહિતના વિકાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો
- મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું
- તળાવનો 14 કરોડના ખર્ચે પુનઃવિકાસ જેમાં ઊંદરોએ 3 કરોડનું બજેટ વધાર્યું
અમદાવાદમાં તળાવના પુનઃવિકાસ મામલે AMCએ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કર્યું છે. જેમાં વસ્ત્રાપુર તળાવનો 14 કરોડના ખર્ચે પુનઃવિકાસ તેમજ ઊંદરોએ 3 કરોડનું બજેટ વધાર્યું છે. કાચનું લેયર પાથરીને RCC કે પેવરબ્લોક કરાશે, કેટલું ચાલશે તેની ગેરંટી નથી. તથા ફૂડકોર્ટના લીધે ઊંદરો વધશે, કામ કરતાં પહેલાં અભિપ્રાય લેવો જોઈએ તેમ સ્થાનિકોએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: સ્થાનિક તંત્રની બેદરકારીના લીધે અકસ્માતમાં મૂંગા પશુઓ મોતને ભેટ્યા
મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું
મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું છે. તેમાં ઊંદરોના ત્રાસ વચ્ચે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવમાં વિકાસ પાછળ અંદાજે 14 કરોડથી વધુ રકમનો ખર્ચ કરાશે. મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે કે, તળાવમાં વોકવે સહિત જરૂરી જગ્યાએ કાચનું લેયર પાથરીને માટી નાખી આરસીસી કે પેવરબ્લોક કરાશે તો ઊંદરનો ત્રાસ નહીં રહે. જોકે તળાવમાં કરેલું કામ કેટલું ચાલશે તેની કોન્ટ્રાક્ટરે કોઇ ગેરંટી આપી નથી. સ્થાનિકોએ કહ્યું કે, અત્યારે જ મોટા મોટા ઊંદર ફરી રહ્યા છે ત્યારે ફૂડકોર્ટના લીધે તો તળાવમાં ઊંદરો વધશે. આવા કામ કરતાં પહેલાં અભિપ્રાય લેવો જોઈએ. સરકારી તિજોરી પર ઊંદરો ભારે પડયા, કારણકે ઊંદરોના લીધે મ્યુનિ.નું બજેટ ત્રણ કરોડ વધી ગયું હોવાનું મનાય છે.
વોકવે સહિતના વિકાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો
અગાઉ તળાવના વોકવે સહિતના વિકાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. આ પછી કાચના લેયર સહિતના કામ વધી જતાં રૂપિયા ત્રણ કરોડનો વધારો કરાતા રિવાઇઝ ટેન્ડર કુલ આઠ કરોડનું થઇ ગયું છે. બજેટ વધ્યા પછી પણ ઉંદરો નહીં આવવાની ગેરંટી અપાઇ નથી. વસ્ત્રાપુર તળાવમાં ચાલવા જતાં લોકોને ઉંદરો જોવા મળે છે. કેટલાક સ્થળોએ માટીમાં મોટા હોલ થઇ ગયા છે. મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું છે. જેમાં વોકવે સહિત ઉપર અને નીચના ભાગમાં માટી કાઢયા પછી એક મીટર નીચે કાચનું લેયર પાથરવાનું અને તેના પર માટી નાખી, આરસીસી કે પેવરબ્લોકનું કામ કરાશે. ઉલ્લેખનીય છેકે, મધ્યઝોનમાં ઉંદરોના ત્રાસ માટે કાચના ઉપયોગની સિસ્ટમ નિષ્ફળ નિવડી હતી.