અમદાવાદ :પોદાર જમ્બો કિડ્સ સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી સાથે બાળકોને તહેવારનું મહત્વ સમજાવ્યું
પોદાર જમ્બો કિડ્સ બોડકદેવ ખાતે જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોની સાથે વાલીઓ અને શિક્ષકો પણ ઉત્સાહ અને રોમાંચની સાથે આનંદ ઉત્સવની ઉજવણી કરી હતી.
ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દરમિયાન બાળકોને શાળાના શિક્ષકો તરફથી કૃષ્ણ ભગવાનની કેટલીક રસપ્રદ વાર્તાઓ સંભળાવવામાં આવી હતી. સાથે જ બાળકોને કેમ કૃષ્ણ જન્મના બીજા દિવસે દહીં હાંડીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.
આ માટે બાળકો કૃષ્ણ અને રાધાના વેશમાં તૈયાર થઈને આવ્યા હતા. સાથે જ બાળકોએ વાંસળી અને મોરપિંચ્છથી સજ્જ થઈને વાતાવરણ મનમોહક બનાવ્યું હતું. શાળાએ બાળકોના માટે ખાસ માટલીને પણ ડેકોરેટ કરી હતી. બાળકોએ જન્માષ્ટમીના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કૃષ્ણમય બની બાળકોએ “નંદ ઘેર આનંદ ભયોના …જય કનૈયા લાલકી ..”ના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું.
આ પણ વાંચો : બ્રહ્માકુમારીના ડીસા સેવા કેન્દ્ર પર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી