ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: નહેરુનગરમાં બિલ્ડરની પત્ની સાથે અન્ય બિલ્ડરે 1 કરોડની ઠગાઈ કરી

Text To Speech
  • એક સ્ક્રીમમાં પરિચિત બિલ્ડર પાસેથી 1 કરોડમાં ફ્લેટ ખરીદ્યો
  • સૌરીન પંચાલ નામનો બિલ્ડર ઉષાબેનના પતિ સુરેશભાઈનો પરિચિત
  • સૌરીને પાલડી સબ રજીસ્ટર કચેરીમાં માત્ર બાનાખત કરી આપ્યું

અમદાવાદના મોટેરામાં રહેતા બિલ્ડરની પત્નીએ નહેરૂનગર ખાતે એક સ્ક્રીમમાં પરિચિત બિલ્ડર પાસેથી 1 કરોડમાં ફ્લેટ ખરીદ્યો હતો. પરંતુ બિલ્ડરે દસ્તાવેજને બદલે માત્ર બાનાખત કરીને ઠગાઈ કરી હતી જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. ફ્લેટ આપનાર બિલ્ડરે એક જ ફ્લેટ અન્ય વ્યકિતને અગાઉથી બાનાખતથી વેચાણે આપી દીધાનુ સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, જાણો કયા પડશે વરસાદ 

સૌરીન પંચાલ નામનો બિલ્ડર ઉષાબેનના પતિ સુરેશભાઈનો પરિચિત

મોટેરા ખાતે ઉષાબેન જયસ્વાલના પતિ મણીભદ્ર ગ્રુપ નામની કન્સ્ટ્રકશનનો બિઝનેસ કરે છે. સૌરીન પંચાલ નામનો બિલ્ડર ઉષાબેનના પતિ સુરેશભાઈનો પરિચિત હતો. સૌરીને નહેરૂનગરમાં બનાવેલી સ્ક્રીમમાં ફ્લેટ વેચાણે આપવાનો હોવાનું સુરેશભાઈએ જણાવતા ઉષાબેને પાંચમાં માળે ફલેટ નંબર-5 ખરીદવાનું નક્કી કર્યું હતં. જેમાં સૌરીને પજેશન પહેલા ફ્લેટનું પૂરેપૂરૂ પેમેન્ટ 1 કરોડ માગ્યું હતું. જેથી ઉષાબેને એક કરોડ રૂપિયા ટુકડે-ટુકડે ટ્રાન્સફર કર્યા હતા.

સૌરીને પાલડી સબ રજીસ્ટર કચેરીમાં માત્ર બાનાખત કરી આપ્યું

બાદમાં દસ્તાવેજ કરવાનનું કહેતા સૌરીને પાલડી સબ રજીસ્ટર કચેરીમાં માત્ર બાનાખત કરી આપ્યું હતું. પરંતુ દસ્તાવેજ ન કરતા બિલ્ડરની પત્નીને શંકા થતા તેમણે ફ્લેટ અંગે તપાસ કરાવતા સામે આવ્યું કે, તેમણે જે ફલેટ ખરીદ્યો છે, સૌરીને તે ફ્લેટ અગાઉ અન્ય વ્યકિતને વેચ્યો હતો અને તેને પણ બાનાખત કરી આપ્યો હતો. આમ, બિલ્ડર સૌરીને ઠગાઈ કર્યાનું સામે આવ્યું હતું.

Back to top button