ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર, રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO અને પોલીસને જાણ કરો

Text To Speech
  • આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
  • બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર
  • વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે

અમદાવાદમાં રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના છે. જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કર્યો છે. રાજ્યનાં DEO સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો તપાસ રિપોર્ટ શિક્ષણ વિભાગને રજૂ કરશે. તથા રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા શહેરમાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા અને 13 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે

રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી 11મી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે. આ સિવાય સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી.

બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર

શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા તથા સ્કૂલ સેફ્ટી પોલીસી-2016નો ચુસ્ત અમલ કરવા અને ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાતનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ સિવાય સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર કરાયો છે. જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, રીક્ષા-વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. બીજી તરફ ફાયર અંગે તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરવાની સુચના અપાઈ છે.

અમદાવાદ શહેરમાં ત્રણ સ્કૂલોને નોટિસ ફટકારાઈ

અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા અત્યાર સુધીમાં 300 સ્કૂલ અને ગ્રામ્ય કચેરી દ્વારા 70 સ્કૂલમાં ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન એક સ્કૂલમાં શેડ નીચે બાળકોને ભણાવાતા હોવાનું જ્યારે બે પાસે એનઓસી ન હોવાથી નોટિસ ઈશ્યૂ કરાઈ છે.

Back to top button