અમદાવાદઃ જમાલપુર કાચની મસ્જિદ પાસે વકફની જમીન પર ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફર્યું; ખાનગી વ્યક્તિ ઉઘરાવતો હતો લાખો રૂપિયાનું ભાડું


18 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ગુજરાત રાજ્ય મુસ્લિમ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે 8 થી 10 દુકાનો બાંધી દેવામાં આવી હતી. જેનો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે ખાનગી વ્યક્તિએ કોર્પોરેશન વિરુદ્ધ કોર્ટમાં લડત પણ કરી હતી. જોકે સમગ્ર જમીન પર ગેરકાયદેસર કબજો હોવાથી હુકમ દ્વારા કોર્પોરેશનને સમગ્ર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. સમજીએ વિગતવાર
જગ્યા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની છે: MLAનો આક્ષેપ
એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહના જણાવ્યા મુજબ જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલી જમીન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ઘણા સમયથી ભાડા પટ્ટે રાખવામાં આવી હતી. જોકે ત્યાં સ્થાનિક સલીમ પઠાણ નામનો વ્યક્તિ આ સમગ્ર જગ્યા પર વહીવટ કરી રહ્યો હતો. અને તેણે 8 થી 10 દુકાનો વગર મંજૂરીએ બનાવી દીધી હતી અને લાખો રૂપિયાનું ભાડું વસૂલી રહ્યો હતો. જેથી આ અંગે આજે શનિવારે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એસ્ટેડ વિભાગની ટીમ પહોંચી હતી. અને તમામ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. અગાઉ આ ખાનગી વ્યક્તિને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે રજૂ કરવા માટે એકથી વધુ વખત નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે નોટિસનો જવાબ ના આપી શકતા આ કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો.
આ ગેરકાયદેસર બાંધકામ અંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ જગ્યા વકફ બોર્ડ પાસેથી ભાડા પટ્ટે લેવામાં આવી હતી. જે હવે મૂળ માલિક વકત બોર્ડને પરત કરી દેવામાં આવી છે.