- રાજ્યમાં અમલી જીડીસીઆરનું નોટિફિકેશન જૂન- 2016માં બહાર પડાયું હતું
- જો એફએસઆઈ બદલશે તો તેની સીધી અસર બાંધકામો પર થશે
- ડેવલપમેન્ટ પ્લાનની સાથેસાથે CGDCRમાં ફેરફાર કરવાની વિચારણા
ઔડાના ડેવલપમેન્ટ પ્લાનની સાથેસાથે CGDCRમાં ફેરફાર કરવાની વિચારણા થઇ રહી છે. જો CGDCRમાં ફેરફાર થાય તો તેની વ્યાપક અસર જોવા મળશે. તથા ઝોનિંગની સાથેસાથે FSIમાં પણ ફેરફાર કરવાની વિચારણા છે. તેમજ એફએસઆઈ બદલશે તો તેની સીધી અસર બાંધકામો પર થશે.
આ પણ વાંચો: વડોદરા: ડમી પેઢીઓ ઊભી કરીને 1 કરોડની GSTની ચોરી કરનાર પકડાયો
ડેવલપમેન્ટ પ્લાનની અસરના ભાગરૂપે ફેરફાર થશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા હાલમાં બનાવાઈ રહેલા ડેવલપમેન્ટ પ્લાનની અસરના ભાગરૂપે જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (GDCR)માં નોંધપાત્ર ફેરફાર કરવાનું સરકાર વિચારી રહી છે. નવા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોનિંગ સહિતની નવી વ્યવસ્થાઓ આવશે તેની અસરના ભાગરૂપે એફએસઆઈમાં ફેરફાર થશે. જેની સીધી અસર જીડીસીઆરમાં દેખાશે તેવું જાણકારો માની રહ્યાં છે.
રાજ્યમાં અમલી જીડીસીઆરનું નોટિફિકેશન જૂન- 2016માં બહાર પડાયું હતું
હાલમાં રાજ્યમાં અમલી જીડીસીઆરનું નોટિફિકેશન જૂન- 2016માં બહાર પડાયું હતું. બાદમાં ઓક્ટોબર 2017માં કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (CGDCR) અમલમાં આવ્યો. જેને CGDCR-2017 તરીકે પણ ઓળખાય છે. આ જીડીસીઆર બાંધકામ માટેના માપદંડોનો કાયદો છે. જેમાં કોને કેટલું બાંધકામ મળે તેના નિયમો અને જોગવાઈઓ દર્શાવવામાં આવી હોય છે. અમદાવાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બહારનો વિસ્તાર એટલે કે ઔડા વિસ્તારમાં નવા બાંધકામોના નિયમન માટે આ CGDCRનો સહારો લેવામાં આવે છે. હાલમાં રહેલો CGDCR બહાર પડાયા બાદ સમયાંતરે તેમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે. હાલનો જીડીસીઆર વર્તમાન ડેવલપમેન્ટ પ્લાનને કેન્દ્રમાં રાખીને બનાવાયો છે.
જો એફએસઆઈ બદલશે તો તેની સીધી અસર બાંધકામો પર થશે
હવે જ્યારે નવો ડેવલપમેન્ટ પ્લાન બની રહ્યો છે અને તેમાં ઝોનિંગમાં પણ મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે તેની સાથેસાથે એફએસઆઈમાં પણ ફેરફારની શક્યતાઓ જોવાઈ રહી છે. ડેવલપમેન્ટ પ્લાનના ઝોનિંગમાં વિશેષ પ્રાવધાન કરાયા બાદ તે વિશેષ જોગવાઈ માટે તે મુજબની એફએસઆઈ અપાય તેવી હાલ વિચારણા ચાલી રહી હોવાનું સરકારના શહેરી વિકાસ વિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આથી જીડીસીઆરમાં પણ નોંધપાત્ર સુધારા કરવા જરૂરી બની શકે છે. આ માટે હાલ તો વિચારણા ચાલી રહી છે. જો વિચારણાને નિર્ણયનું સ્વરૂપ આપવામાં આવશે તો સીજીડીસીઆરમાં ફેરફાર કરીને નવો બહાર પડાશે તેવું જાણકારો માની રહ્યાં છે. જો એફએસઆઈ બદલશે તો તેની સીધી અસર બાંધકામો પર થશે તે સ્વાભાવિક છે.