અમદાવાદગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

અમદાવાદઃ અસામાજિક તત્ત્વોથી બહેરામપુરાના કોંગ્રેસી કોર્પોરેટર પરેશાન

Text To Speech

અમદાવાદમાં મહિલા કોર્પોરેટર જ સુરક્ષિત નથી તો અન્ય મહિલાઓની તો શી વિસાત.આવો સવાલ એટલા માટે ઉઠે ઠે કારણ કે તાજેતરમાં જ અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસી કોર્પોરેટર કમળાબહેન ચાવડાએ તેમના જ વિસ્તારના કેટલાક અસામાજીક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ તરફથી પણ તેમને કડવો અનુભવ થયો હોવાનું તેઓ કહી રહ્યા છે. તેઓ બુધવારે બપોરે એક વાગ્યે ફરિયાદ નોંધાવવા ગયાં હતાં. પોલીસ ફરિયાદ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ કોઇ વ્યક્તિનો ફોન આવતાં PIએ ફરિયાદ લખવાનું બંધ કરી દીધું હતું. મોડી રાતના બે વાગ્યા સુધી ફરિયાદ ન લેવાતાં કમળાબેન ચાવડાના સમર્થનમાં અન્ય કોર્પોરેટરો અને દલિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

લાંબા સમયથી અસામાજિક તત્ત્વો પરેશાન કરે છેઃ કમળાબહેન
કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાએ ઇમરાન નામની વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી પરેશાન કરે છે. ફેસબુક પર પોસ્ટ કરે છે અને જ્યારે વિસ્તારમાં હું નીકળું છું ત્યારે આંખો કાઢે છે અને તેરે કો દેખ લેંગે કહીને થૂંકે છે. આ બાબતે DGPથી લઈ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ફોન કર્યા છતાં દાણીલીમડા પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવી નથી. આજે શહેર કોંગ્રેસ-પ્રમુખ સહિતના નેતાઓ પણ પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરશે

ઇમરાન ખાન નામની વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો
કોંગ્રેસનાં કોર્પોરેટર કમળાબેન ચાવડા પર આક્ષેપ કરતી ઇમરાન ખાન નામની વ્યક્તિનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે કહે છે, છેલ્લાં 22 વર્ષથી કમળાબેન ચાવડા કોર્પોરેટર છે અને ચાલીઓમાં ગંદું પાણી આવે છે. તેમણે વોર્ડનું કામ નહીં, પરંતુ પોતાનાં કામ કર્યાં છે અને બંગલા-ગાડી બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત મહિને મળેલી સામાન્ય સભામાં જે રીતે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો એ એક મિનિટનો જે વીડિયો છે એમાં કમળાબેન ચાવડા ક્યાંય દેખાતાં નથી એવું કહ્યું છે.

રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસઃ કમળાબેન
મોડી રાત્રે કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાએ સોશિયલ મીડિયા ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે હું બહેરામપુરમાં મહિલા કોર્પોરેટર તરીકે છું અને છેલ્લા એક વર્ષથી કેટલાંક અસામાજિક ત તત્ત્વો મારી પાછળ પડ્યાં છે. મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ પદ પરથી રાજીનામું આપી દો તેવા પ્રયત્નો કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં જેમ ફાવે તેમ લખે છે. હું વિસ્તારમાં ફરું છું તો તેઓ મને જોઈને થૂંકે છે અને તેરે કો દેખ લેંગે જેવી વાતો કરે છે.

મહિલા કોર્પોરેટરની ફરિયાદ ન લેવાય તો બીજી મહિલાઓની શી વિસાત?
કમળાબહેને કહ્યું કે બુધવારે સવારે એક વાગ્યાથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી, પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી. મહિલા હેલ્પલાઇન પર ઘણાબધા ફોન કર્યા. 40 ફોન 100 નંબર પર પણ કર્યા છતાં મારી ફરિયાદ લેવાતી નથી. તેમણે સ્ટાફને બોલાવીને પોલીસ ફરિયાદ લખવાનું શરૂ કર્યું, પરંતુ 15 મિનિટમાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને ફરિયાદ લખવાની બંધ કરી દેવામાં આવી. મને સમજાતું નથી કે એવો તો કોનો ફોન આવ્યો કે મારી ફરિયાદ લખવાનું બંધ કરી દીધું. એક કોર્પોરેટર તરીકે જો મારી ફરિયાદ ન લેવાથી હોય તો સામાન્ય મહિલાની શી હાલત થતી હશે.

Back to top button