અમદાવાદ: પતિએ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પત્નીના અંગત ફોટો મુકી ધમકી આપી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![પૈસાવાળો પતિ શોધી રહ્યા છો? જાણી લો આ નુકશાન hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/03/women.jpg)
- પોસ્ટ કરીને વધુ વાયરલ કરવાની ધમકી આપી હતી
- પરિણીતાએ તેના પતિ પાસેથી છુટાછેડાની માંગણી કરી
- ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ તેના પતિ પાસેથી છુટાછેડાની માંગણી કરતા માથાભારે પતિએ યુવતીના અંગત ફોટો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વધુ વાયરલ કરવાની ધમકી આપી હતી.
ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે
આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વડોદરાના વાઘોડિયા નજીકના ગોરજમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતી સાસરીમાં હતી ત્યારે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝ કરતી હતી. ત્યારે તેના પતિએ ઇન્સ્ટાગ્રામ આઇડી અને પાસવર્ડ મેળવીને સાથે ઓપરેટ કરવાની વાત કરી હતી. યુવતીને લગ્નના થોડા સમય બાદ તે પિયરમાં આવી હતી. ત્યારે તેને છાતી અને પીઠમાં એલર્જી થઇ હતી.
યુવતીને પતિ સાથે મનમેળ ન રહેતા તે ફરીથી સાસરીમાં આવી
જેની સારવાર થતા પતિએ તપાસ કરવા માટે તેને વીડિયો કોલ કરીને તપાસ્યું હતું અને તેનુ્ રેકોર્ડીંગ કર્યું હતું. લગ્ન જીવન દરમિયાન યુવતીને પતિ સાથે મનમેળ ન રહેતા તે ફરીથી સાસરીમાં આવી હતી અને તેણે પતિ પાસે છુટાછેડા માંગતા પતિએ રેકોર્ડીંગ દરમિયાન લીધેલા વીડિયોમાંથી ઇમેજ ક્રોપ કરીને તેને વોટ્સએપમાં ડીપી તરીકે અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ પણ મુકી હતી. જેથી યુવતી પતિને આ બાબતે ઠપકો આપતા પતિએ વીડિયો વધુ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: ખેડાની 5 પાલિકાની 136 બેઠકો માટે 503 ઉમેદવારોના નામાંકન