ટોપ ન્યૂઝબિઝનેસમધ્ય ગુજરાતહેલ્થ

વીમા કંપનીઓ સામે અમદાવાદની હોસ્પિટલોએ વાંધો ઉઠાવ્યો, કેશલેસ સુવિધા 15 ઓગસ્ટ સુધી બંધ

Text To Speech

હોસ્પિટલના ખર્ચના સમયે લોકોને માટે સૌથી મોટી રાહત આપનાર વીમા કંપનીઓ સામે અમદાવાદની 100થી વધુ ખાનગી હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સે બાંયો ચઢાવી છે. જેના કારણે સરકારી ચાર વીમા કંપનીઓ સામે પોતાના પડતર પ્રશ્નોને લઈને ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ દ્વારા દર્દીઓને મળતી કેશલેસની સુવિધા 8થી 15મી ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સરકારી વીમા કંપનીઓ જેમાં મુખ્યત્વે ધી ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા કંપનીનો સમાવેશ થાય છે. જેથી આ ચાર ઈન્સ્યોરન્સ કંપનીના વીમા ધારક દર્દીઓને 15 ઓગસ્ટ સુધી કેશલેસની સુવિધા મળશે નહીં. જેના કારણે દર્દીઓને અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કેમ બંધ કરવામાં આવી કેશલેસ સુવિધા ?

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએસ (AHNA)નું કહેવું છે કે, આ ચાર ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કેટલાંક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આ વીમા કંપનીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા પણ તેઓ દ્વારા કોઈ નીવેડો લાવવામાં ન આવતા કેશલેસ સુવિધા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્દીઓને સારી સુવિધા મળે એટલા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે.

આ તરફ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલો સાથે કેટલાંક એમઓયુ કરવામાં આવ્યા છે. છેલ્લાં 5 વર્ષોથી આ ચાર્જમાં કોઈ રિવિઝન કરવામાં આવ્યું નથી. કેટલીક પ્રકારની સર્જરીઓ અને તેમજ પ્રક્રિયા માટે ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ફિક્સ ચાર્જીસ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં હૃદયરોગ કે ડાયાબીટીસ જેવી સમસ્યાઓને ધ્યાનમાં લેવામાં આવી નથી.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાએ રાહત પણ હવે સ્વાઈન ફ્લૂએ ચિંતા વધારી, ત્રણ મહાનગરોની સ્થિતિ બેકાબૂ

ચાર વીમા કંપનીઓ સામે મુખ્ય મુશ્કેલી

શહેરની ખાનગી હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સની માંગ છે કે, હોસ્પિટલ્સના ચાર્જીસ છેલ્લાં કેટલાંય વર્ષોથી રિવાઈઝ કરવામાં આવ્યા નથી. જેથી આ ચાર્જીસ હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ મુજબ 6 ટકા દર વર્ષે વધારી આપવામાં આવે. સાથે જ કેશલેસ સારવારની સુવિધા ધરાવતા દર્દીઓ વીમા કંપનીઓમાં નોંધાયેલી હોસ્પિટલમાં દાખલ થાય અને સારવાર મેળવ્યા બાદ બિલ ચૂકવવાનું થાય ત્યારે જે તે હોસ્પિટલ અને વીમા કંપનીઓ વચ્ચે માથાકૂટ થતી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. અનેક વાર ચાર જેટલી વીમા કંપનીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતા તેઓ આંખ આડા કાન કરી રહી છે. તેમના પ્રતિભાવો જોતા એવું લાગે છે કે તેમને હોસ્પિટલ્સ અને વીમાધારકોની કોઈ પરવા નથી. હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારા દર્દીઓ તેમને ગમે તે હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે તમામ હોસ્પિટલ્સને નેટવર્કમાં સામેલ કરવી જોઈએ.

શું છે મુખ્ય માંગણીઓ ?

  • તમામ હોસ્પિટલ્સને નેટવર્કમાં સામેલ કરવાની માંગણી આહના દ્વારા કરવામાં આવી છે.
  • ફરિયાદ માટે સિંગલ પોઈન્ટ સંપર્ક જરુરી છે. દરેક પીએસયુ વીમા કંપનીમાં સમર્પિત ફોન નંબર અને વ્યક્તિગત ઈમેલ આઈડી આપવો.
  • હોસ્પિટલ્સના ક્લેઈમમાં પણ પૈસા કાપી નાખવામાં આવે છે. હોસ્પિટલ્સ એમ્પેન્સમેન્ટમાં પારદર્શકતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
  • ક્લેઈમ માટે આવડત વગરના સ્ટાફ દ્વારા બિનજરુરી સવાલો ઊભા કરીને વીમાના રુપિયા ચૂકવવામાં વિલંબ કરવો.
  • કેન્સર જેવા રોગોની આધુનિક સારવારના પૈસા કાપી લેવા.
  • એડવાન્સ નિદાન માટેના રુપિયા પણ કાપી લેવામાં આવે છે.
  • કોમ્પલેક્સ સર્જરી હોય તેમાં પણ ઈક્વિપમેન્ટના રુપિયા કાપી લેવામાં આવે છે.
  • દર્દીઓને રિઈમ્બર્સમેન્ટમાં જે તકલીફો પડે છે એનું નિવારણ લાવવામાં આવે.
  • જે હોસ્પિટલ્સના છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાર્જ રિવાઈઝ કરવામાં આવ્યા નથી.
  • આવા ચાર્જીસ હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે 6 ટકા દર વર્ષ પ્રમાણે વધારવામાં આવે.
  • ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કેટલાંક ચાર્જિસ ફિક્સ કરવામાં આવ્યા છે.
  • હૃદયરોગ અને ડાયાબીટીસ જેવા કો-મોર્બિડિટીને ધ્યાનમાં લેવામાં આવી નથી.
Back to top button