ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની હોસ્પિટલમાં આગ, બે લોકોના મોત, ફાયરની ટીમ ઘટના સ્થળપર

Text To Speech

વર્ષના અંતિમ દિવસ પર અમદાવાદથી દુ:ખદ ઘટના સામે આવી રહી છે. નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલનાં પહેલા માળે આગ લાગી છે. જેમાં બે લોકોનાં મોત થયા છે. આ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. જેની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Amdavad Hospital Fire 01 Hum Dekhenge News

પ્રાથમિક માહિતી અનુસાર આગ વહેલી સવારે લાગ્યા હોવાની વાતો સામે આવી રહી છે. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા. હાલ ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે છે. નારણપુરા વિસ્તારમાં જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે, આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી.

આ પણ વાંચો : નવા વર્ષમાં હાડથીજવતી ઠંડીનો કરવો પડશે સામનો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા. આ ઘટનામાં હાલ તપાસ ચાલી રહી છે કે હોસ્પિટલમાં ફાયરની સુવિધાઓ હતી કે નહીં, તેમજ આગ કયા કારણોસર લાગી હતી?

માહિતી અનુસાર હોસ્પિટલના પ્રથમ માળે આગ લાગી હતી અને મોટા પાયે ધૂમાડો ફેલાઈ ગયો હતો. વર્ષનાં છેલ્લા દિવસે નવસારી હાઇવે પર પણ વહેલી સવારે કાર અને બસ વચ્ચે પણ અકસ્માત થયો હતો. જેમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Back to top button