અમદાવાદઆંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

અમદાવાદઃ HMVPએ દુનિયાભરમાં મચાવ્યો ખળભળાટ; આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી બેઠક

7 જાન્યુઆરી 2024 અમદાવાદ; શહેરમાં ખાનગી હોસ્પિટલમાં HMPV વાયરસનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાયરસના કુલ 6 કેસ નોંધાયા છે. જેના કારણે ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક ચાલી રહી છે. અને આ સાથે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આઇસોલેશન તૈયાર કરી દેવામાં આવ્યા છે.

1200 બેડ ઓક્સિજન સાથે તૈયાર; રાકેશ જોષી
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેડ ડો. રાકેશ જોશી જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં D 9 અને 1200 બેડમાં આઇસોલેશન વોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 10 અને 5 એમ 15 બેડ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 1200 બેડ ઓક્સિજન સાથેના તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની પણ પૂરતી ટીમ છે. દવાઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે દર્દીઓને જે પ્રમાણેના લક્ષણ જણાય તે પ્રમાણેની દવા આપવામાં આવશે.

સિવિલમાં 300 જેટલા બાળ દર્દીઓ રોજ આવે છે
HMPV વાયરસને લઈને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અને સુરતની સિવિલ હોસ્પિટલમાં આદેશની રાહ જોઈ રહી છે. ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 જેટલી ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે આજે વધુ કીટ ખરીદવામાં આવશે, આ ઉપરાંત દવા અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં હાજર છે. સાથે ઓક્સિજનની 20 હજાર લિટરની બે ટેન્ક સિવિલ હોસ્પિટલમાં રખાઇ છે. ડોક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય મુકાઇ છે. તેમજ હાલ રોજના 300 જેટલા બાળ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે. જેમાંથી 30 બાળ દર્દીઓને વાયરલ ઇન્ફેક્શન હોવાનું સામે આવી રહ્યું છે.

વાઈરસ ડરવાની જરૂર નથી
HMVP વાયરસ અંગ ડોક્ટરોના જણાવ્યા મુજબ આ વાયરસથી ડરવાની જરૂર નથી, થોડી કાળજી રાખવાની જરૂર છે. તેમજ આપણે સૌએ ભીડભાળવાળી જગ્યાએ ન જવું જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ શ્વાસ લેવામાં કોઈપણ જાતની તકલીફ થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનું સંપર્ક કરવો જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ HMVP વાયરસ 2001થી ભારતમાં છે. પરંતુ હાલ તેની અસર દેખાઇ છે. આ વાઇરસ ખાસ કરીને ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકોને અસર કરે છે. જેમાં બાળકો અને મોટી ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થઈ રહ્યો છે.

Back to top button