અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : S G હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતા બંનેનું મોત

Text To Speech

અમદાવાદ શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. બેફામ દોડતા વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને જીવ ગૂમાવવાનો વારો આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદના SG હાઈવે પર બની છે. SG હાઈવે પર વાહનની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં બેફામ ગતિએ વાહનો દોડી રહ્યાં છે. જેના કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આજે શહેરના SG હાઈવે પર કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લીધા હતાં.

કાર ચાલકે અડફેટે લેતા માતા-પુત્રીનું મોત

પ્રાપ્ત જાણકારી મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળબેન વઢવાણા અને તેમની દીકરી કોકીબેન સોલંકી એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન
પુરપાટ ઝડપે આવી રહેલી કારે માતા પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં માતા- પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત -humdekhengenews

 

પોલીસે હાથ ધરી કાર્યવાહી

અકસ્માતની ઘટનાને પગલે અહીં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. જેના કારણે અહી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાર બાદ પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, 14 જિલ્લામા મેઘરાજા બોલાવશે ધડબડાટી

Back to top button