અમદાવાદઃ દિગ્ગજ ઉદ્યોગપતિઓની હાજરીમાં હિન્દી કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’ નું લોકાર્પણ થયું

અમદાવાદ, 3 માર્ચ, 2025: શહેરમાં ગઈકાલે રવિવારની સંધ્યાએ દિગ્ગજ ઉદ્યોગપતિઓની હાજરીમાં હિન્દી કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’ નું લોકાર્પણ થયું હતું. લોકાર્પણની સાથે સાથે પુસ્તકમાં સમાવિષ્ટ કાવ્યોની સંગીતમય રજૂઆત થઈ હતી તેમજ કવિ સંમેલન પણ યોજાયું હતું.

2 માર્ચને રવિવારે સાંજે 6-00 કલાકે શહેરના એ.એમ.એ ખાતે જે.બી.ઑડિટોરિયમમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આશિમા ગ્રુપના ચિંતનભાઈ પરીખના વરદ્દ હસ્તે કવિ નીતિન પારેખના હિન્દી કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’ના લોકાર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝાયડસ ગ્રુપના પંકજભાઈ પટેલ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને ડૉ. દિલીપ મહેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના પ્રારંભમાં કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’ માંથી ગાયક કલાકાર નયન પંચોલી, કલ્યાણી કૌઠાળકર અને ડૉ. કપિલ ત્રિવેદીએ ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસ્તુતીમાં નીચે પ્રમાણેની રચનાઓ આવરી લેવામાં આવી હતીઃ
– આપ સે ઈક બાર મિલને કી હમેં હૈ આરઝૂ …
– સિતારા મૈ નહીં જો એક લમ્હે મેં હી ઝર જાઉં….
– પતંગિયાની પાંખે જઈને પુષ્પોમાં સંતાવું છે….
– આમ તો તકલીફ રોજે રોજ છે
– શરદપૂનમ હો સખી…
– કારમું કાળાપણું…

ત્યારબાદ કવિસંમેલનમાં સતીન દેસાઈ’પરવેઝ’, બાબુલાલ ચાવડા ‘આતુર’, શૈલેશ પંડ્યા ‘ભીનાશ’, શબ્બીર હાશ્મી, ડૉ. અંકુર દેસાઈ, દિનેશ સિંદલ અને નીતિન પારેખે સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો. આ પ્રસંગે નીતિન પારેખના પરિવારજનો, સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

કવિસંમેલનમાં રજૂ થયેલી ગુજરાતી-હિન્દી કવિતાઓના અંશ :
(1)
જરા જ્યાં ઠેસ વાગે ને તરત બા યાદ આવે છે,
અને એ વેણ ‘ ખમ્મા’ કાનમાં ગૂંજી ઉઠે પળભર.
રંકની આંખોની થોડી વેદના વાંચી જુઓ,
કોઈવેળા અશ્રુભીની વારતા વાંચી જુઓ.
શૌર્યકા શણગાર કરતી હો જહાં ભીગી પલક,
ઉસકો ખાતિર મેં લિયે બિન ભાગના આસાં નહીં.
– નીતિન પારેખ
(2)
તું સૂરજકી ઘૂપમેં,લિખતા હૈ આલેખ,
મેં રજનીગંધા મુજે અંધિયારે મેં દેખ.
– દિનેશ સિંદલ
(3)
તુમ્હારી રુહમેં ઝેલો અગર હો તાકાત તો,
ઋષિ કે મંત્ર સા કબકા ઉછલ ચૂકા હું મેં.
– સતીન દેસાઈ ‘પરવેઝ’
(4)
શ્વાસમાં કોઈ અનલ પ્રગટે પછી મળજે મને,
ને નયનને તીર જલ પ્રગટે પછી મળજે મને.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
(5)
ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે,
અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે.
– શૈલેષ પંડ્યા ભીનાશ
(6)
આખા જનમનું સકળ અર્પણ તને. હો પાર મનથી એવું બળ અર્પણ તને.
– અંકુર દેસાઈ
(7)
ઝખ્મી કિયા થા કાંટો ને ઉસ ફૂલ કો બહુત
કાંટો કે ઘર કો ફિર ભી વો ખુશ્બુ સે ભર ગયા
– શબ્બીર હાશ્મી
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય પરિવારે ગૌમાતા સાથે કર્યો નવા ઘરમાં પ્રવેશઃ જુઓ વીડિયો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD