અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે આજે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
શહેરના ઇસ્કોન ચાર રસ્તા, થલતેજ, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, મણીનગર, ઘોડાસર, ઈસનપુર, વટવા, રામોલ, હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી, બાપુનગર, નિકોલ સહિત અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. શહેરમાં ઉકળાટની વચ્ચે મેઘરાજાએ એકવાર ફરી રિએન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.