મધ્ય ગુજરાત

અમદાવાદ : ફ્લાવર શોમાં ભારે ભીડ, ટ્રાફિક જામ અને કોરોનાની ગાઈડલાઈનની ઐસી-તૈસી

Text To Speech

અમદાવાદમાં ત્રણ વર્ષ પછી આયોજીત થઈ રહેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ફ્લાવર શોમાં કોરોનાના ડર વચ્ચે પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. બીજા દિવસે અને રવિવારના રજાના દિવસે 60 હજારથી વધુ લોકોની ભીડ જોવા મળી હતી જેના કારણે અમદાવાદ મનપા તંત્ર અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ પણ વાંચો :  અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોની શરૂઆત, જાણો શું સમયથી લઈ તમામ માહિતી

ફ્લાવર શોમાં એટલી ભીડ હતી કે અંતે પોલીસ દ્વારા હરિહરાનંદ આશ્રમથી સરદારબ્રિજ સુધી રીવરફ્રન્ટનો રસ્તો સાંજના સમયે ભારે ટ્રાફિકના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.રસ્તો વાહન વ્યવહાર માટે થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી દેવાતા લોકો પગપાળા ફલાવરશોમા પહોંચ્યા હતા.

Ahemdabad Flower Show crowd Hum Dekhenge News

કાંકરિયા કાર્નિવલની માફક અમદાવાદ મનપા તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તમામ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે અને લોકોને માસ્કનું પાલન કરવવામાં આવશે પણ લોકો પણ ભીડમાં માસ્ક વિના ખુલ્લેઆમ ફરતાં જોવા મળ્યા હતા.

Ahmedabad Flower Show 2022 Hum Dekhenge News

આ તરફ રવિવારના દિવસે અમદાવાદીઓ મોટી સંખ્યમાં ફ્લાવર શો જોવા માટે પહોંચ્યા હતા. રિવરફ્રન્ટના રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, રિવરફ્રન્ટ પર દોઢથી બે કિલો મીટર સુધી ટ્રાફિક જામ થયો હતો,જેના કારણે લોકોને કલાકો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેને લઈ લોકોએ સોશિયલ મીડિયા પર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Ahmedabad Flower Show 2022

શનિવાર 31 ડિસેમ્બરથી શરૂ થયેલો ફ્લાવર શોમાં રંગબેરંગી ફૂલો ઉપરાંત ઓર્ગેનિક શાકભાજીનું પ્રદર્શન કરાઈ રહ્યું છે, આ શો 11મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે. જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર,મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલના કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતી યુવાધને 2023 નું ભવ્ય રીતે કર્યું સ્વાગત તો પોલીસ પણ વ્યવસ્થા જાળવણીમાં રહ્યું આગળ, જુઓ એક ઝલક

Back to top button