અમદાવાદઃ શહેરમાં આતંક મચાવનારાઓના ગેરકાયદેસર મકાન પર હથોડા ડિમોલેશન

15 માર્ચ 2025 અમદાવાદ: શહેરમાં બે દિવસ પહેલા જૂની અદાવતને લઈને વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનારા જાહેરમાં જે સામે આવે તેને દેનારાઓની રામોલ પોલીસની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ જાહેરમાં એક બાદ એક તમામ આરોપીઓની પોલીસ દ્વારા ટાટીયા તોડ સરઘસ કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની હાજરીમાં 14માંથી 7 આરોપીઓના ગેરકાયદેસર મકાન ઉપર હથોડા ડિમોલેશન કરી તોડી પાડવામાં આવ્યા છે. આ એ જ 14 આરોપીઓ છે જેમણે બે દિવસ પહેલા આખો વસ્ત્રાલ વિસ્તાર બાનમાં લીધો હતો.
ટાટીયા સર્વિસ બીજી બાજુ ડિમોલિશન હાથ ધરાયું
અમદાવાદ પોલીસે વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનારા તમામ 14 આરોપીઓને ધરપકડ કરી લીધા બાદ આરોપીઓને કાયદાઓનું ભાન કરાવ્યું હતું. ત્યારે આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્તમાં તમામ આરોપીઓના ઘરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. જ્યારે એક બાજુ પોલીસ દ્વારા આરોપીઓના પરિવારજનોની સામે આરોપીઓની ટાટીયા તોડ સર્વિસ થઈ રહી હતી બીજી બાજુ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર મકાન હોવાનું જાણવા મળતા હથોડા દ્વારા ડિમોલ કરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.
પથ્થરમારો કરી તલવારબાજી કરી સ્થાનિકોમાં ભય પેદા કર્યો
અમદાવાદ શહેરના વસ્ત્રાલના મહાદેવનગર નજીક દુનિયા અમદાવાદમાં સંગ્રામ અને પંકજ ભાવસાર નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. પરંતુ એકબીજાના માણસો ન મળતા આ સમયે ટુરું એકઠા થઈ મહાદેવ ગર નિરાંત ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આવ્યો તેને માર મારી તોડફોડ કરી હતી. આ તમામ આરોપીઓ જાહેર રસ્તા ઉપર જોર જોરથી ગંદી ગાળો બોલી પથ્થર મારો કર્યો હતો અને બીજી બાજુ તલવાર બાજી કરી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો.
પોલીસ કમિશનર જીએસ માલિકની હાજરીમાં 5 આરોપીઓ ગેરકાયદેસર મકાન તોડી પડાયા
અલ્કેશ યાદવ, કુકુભાઈની ચાલી, અમરાઈવાડી
આયુષ અશોકસિંહ રાજપુત, ગણેશનગર, અમરાઈવાડી
રોહિત કિશન સોનવણે, પંજાબી તાળાની ચાલી, ભાઈપુરા
રાજવી સિંહ બિહોલા સત્યનારાયણનગર જૂના દેના બેન્ક પાસે, અમરાઈવાડી
શ્યામ કાંબલે, ભાઈપુરા
આતંક મચાવનાર 14 આરોપીઓના નામ
કુલદીપ મૌર્ય, પ્રદીપ તિવારી, મયુર મરાઠી, અંકિત રાજપુત, દીપક કુસ્વાહા, આસીલ મકવાણા, વિકાસ પરિહાર, નિખિલ ચૌહાણ પંકજ, આયુષ રાજપુત, અલ્કેશ યાદવ, શ્યામ કામલે, રાજવીરસિંહ બિહોલા, રોહિત કિશન સોનવણે
આરોપીની મહિલાઓએ પોલીસ ઉપર વાયર ફેંકતા અટકાયત
કાર્યવાહીના સમય અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં રહેતા આરોપીઓના ઘરે આજે જ્યારે પોલીસ અને મનપાની ટીમલી માટે પહોંચી ત્યારે કેટલાક પરિવારો મચાવ્યો હતો અને કામગીરીનો વિરોધ કર્યો હતો. જે બાદ અમુક પરિવારજનો ઉગ્ર બનતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ખાસ કરીને આરોપી રાજવીરસિંહને લઈને પોલીસ જ્યારે તેના ઘર પાસે પહોંચી હતી ત્યારે આરોપીને ઘર પાસે કાયદાનું ભાન કરાવતા આરોપીની મહિલાઓએ ઉપરથી પોલીસ ઉપર વાયર અને અન્ય વસ્તુ ફેંકી હતી. તેમજ ડિબોલેશનની કામગીરીમાં અડચણ બનતા પરિવારની મહિલાઓની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી