અમદાવાદગુજરાત

અમદાવાદ : કરોડોના ખર્ચે બનાવેલ જિમ્નેશિયમ, ટેનિસ કોર્ટ લોકાર્પણ બાદ પણ બંધ, જાણો સમગ્ર વિગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ છ જેટલા જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટ હાલ બંધ હાલતમાં જોવા મળી રહયા છે. નિકોલ, લાંભા અને પાલડીના ટેનિસકોર્ટ શરુ કરવા વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં બનાવવામાં આવેલા જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટ અંગેની માહિતી અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી.ચાંદખેડા અને ચાંદલોડીયાના ટેનિસકોર્ટ ચાલી રહયા છે.નિકોલ,લાંભા અને પાલડીના ટેનિસ કોર્ટ શરુ કરવા વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. નારણપુરા અને જોધપુર જિમ્નેશિયમના ટેન્ડર કમિટીની મંજુરી માટે મુકવામા આવ્યા નથી.

અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં બનાવવામાં આવેલા જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટ અંગેની માહિતી અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હાલ વટવા, વેજલપુર, લાંભા, રખિયાલ, નારણપુરા અને જોધપુરમાં જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટનું લોકાર્પણ થવા છતાં સુવિધા બંધ હાલતમાં છે.

આ પણ વાંચો : અમદાવાદ: AMCના 4 અધિકારીઓને કામમાં બેદરકારી બદલ શોકોઝ નોટિસ ફટકારાઇ

છ જેટલા જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટ હાલ બંધ હાલતમાં

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં બનાવવામાં આવેલા જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટ અંગેની માહિતી અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી.ચાંદખેડા અને ચાંદલોડીયાના ટેનિસકોર્ટ ચાલી રહયા છે.નિકોલ,લાંભા અને પાલડીના ટેનિસ કોર્ટ શરુ કરવા વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.રામોલના ટેનિસકોર્ટને ચલાવવા માટે વર્કઓર્ડર આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીએ કર્યું AMC તિજોરીને કરોડોનું નુકસાન

ટેન્ડર કમિટીની મંજુરી માટે મુકવામા આવ્યા નથી

નિકોલ, રામોલ અને પાલડી સહિતના ટેનિસકોર્ટ અંગે બે વર્ષ અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. બે વખત ટેન્ડર રી-ટેન્ડર કરવામા આવ્યા બાદ હવે વર્કઓર્ડર આપવામા આવ્યો છે. વટવા, વેજલપુર, લાંભા, રખિયાલ, નારણપુરા અને જોધપુરમાં લોકાર્પણ થઈ ગયા બાદ પણ હજી સુધી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જેથી લોકો ઉપયોગ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે નારણપુરા અને જોધપુર જિમ્નેશિયમના ટેન્ડર કમિટીની મંજુરી માટે મુકવામા આવ્યા નથી.

કરોડોના ખર્ચે બનાવેલ જિમ્નેશિયમ અને ટેનિસકોર્ટના લોકાર્પણ થવા છતાં હજી પણ તે બંધ હાલતમાં છે. અધિકારીઓ પાસેથી જવાબ મંગાવવામાં આવ્યા છે. લોકાર્પણના ઘણો સમય થવા છતાં હજી સુધી બંધ હાલતમાં છે. લોકો માટે ક્યારે સુવિધા પૂરી પાડવામાં આવશે તે આવનાર સમય જ બતાવશે.

Back to top button