અમદાવાદગુજરાત

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈના વરદહસ્તે નિભૅયા બ્રિગેડ પ્રોગ્રામ ફેઝ-2નો સ્પીપા ખાતે ઉદઘાટન 

રાજયમાં બાળ અધિકાર અને બાળ સુરક્ષા અંતગર્ત લોકોમાં અવેરનેસ અને જાગૃતિ કેળવવાના હેતુથી રાજયમાં તમામ જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પેરા લિગલ વેલેન્ટીયસૅ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે 15 થી 18 વષૅના દિકરા-દિકરીઓ તેમના પરિવારજનોમાં પોસ્કો તથા જુવેનાઇલ કાયદા અંગે વધુમાં વધુ જાણકારી મળી રહે અને સમાજમાં બાળકોના જાતિય શોષણના ગુન્હા અટકાવી શકાય એવા શુભ આશયથી આજે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રન ઈન ચીફ અને નામદાર ગુજરાત હાઈકોર્ટેના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.જે.દેસાઈના વરદહસ્તે નિભૅયા બ્રિગેડ પ્રોગ્રામ ફેઝ-2 નો અમદાવાદના સ્પીપા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટે લિગલ સર્વિસ કમિટી અને ઝુવેનાઈલ જસ્ટિસ કમિટીના ચેરમેન અને ગુજરાત હાઈકોર્ટેના જસ્ટિસ વિપુલ પંચોલી તથા યુનિસેફના તનિષ્કા દત્તા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લિગલ વોલેન્ટયસૅ બુકલેટ લોન્ચ કરવામાં આવ્યો 

બાળકોના હક્ક અને અધિકારો માટે કાયૅરત આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફના સહયોગથી આયોજિત આજના કાયૅક્રમની શરૂઆતમાં પજ્ઞાચક્ષુ બાળકો દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ તબક્કે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી રાહુલ ત્રિવેદી દ્વારા નિભૅયા પ્રોગ્રામ ફેઝ-1 અંતર્ગત ગતવર્ષે કરવામાં આવેલ કામગીરી તેમજ નિભૅયા પ્રોગ્રામ ફેઝ-2 અંતગર્ત કરવામાં આવનાર કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આજના પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિભૅયા બ્રિગેડ પ્રોગ્રામ ફેઝ-2 અંતગર્ત સ્પેશિયલ લોગો તથા માગૅદશિકા ઉપરાંત પેરા લિગલ વોલેન્ટયસૅ બુકલેટ લોન્ચ કરવામાં આવી હતી.

પજ્ઞાચક્ષુ બાળકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી 

દિનપ્રતિદિન સમાજમાં વધતા ક્રાઈમ રેટ અને ખાસ કરીને બાળકોના શારીરિક તેમજ માનસિક શોષણની ઘટનાઓમાં લોક જાગૃતિ કેળવવા માટે કડીરૂપ પેરા લિગલ વોલેન્ટયસૅ માટે આજના કાયૅક્રમમાં વિશેષ ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યુ હતુ. જેમાં યુનિસેફ દ્વારા જયપુર રાજસ્થાનથી પોસ્કો તથા ઝુવેનાઈલ કાયદાના નિષ્ણાત ટ્રેનર ગોવિંદ બેનીવાલ, હેમાલી લેઉવા તથા મિનલ છેડાની ટીમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના પેરા લિગલ વોલેન્ટયસૅ તેમજ નિભૅયા બ્રિગેડ ફેઝ-1ના સિલેક્ટેડ બાળકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:આદિપુરૂષ પર એક્શન મૂડમાં આવી સરકાર; કહ્યું- ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવા દઇશું નહીં

Back to top button