ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

Text To Speech
  • સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો
  • પ્રવેશમાં આનાકાની કરાશે તો વિદ્યાર્થી દીઠ રૂ.10 હજાર દંડ
  • વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજો માગી શકાશે નહી

અમદાવાદમાં RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં વિદ્યાર્થીના L.C.માં વિલંબ થાય તો પણ પ્રવેશ આપવા સ્કૂલોને સૂચના છે. બાલવાટિકામાં પરીક્ષા-પરિણામની કામગીરી ચાલતી હોવાથી પરિપત્ર જાહેર કરાયો છે. તેમજ બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત છે.

આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહની સંપત્તિ જાણી રહેશો દંગ

સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો

સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. હાલમાં બાલવાટિકામાં પરીક્ષા અને પરિણામની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ શહેર DEO દ્વારા સ્કૂલોને સૂચના આપી છે કે, બાળકની એલસીમાં વિલંબ થાય તો પણ પ્રવેશ આપી દેવાનો રહેશે. એ સિવાય બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત છે. RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા મુજબ ધોરણ.1માં પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ 15મી એપ્રિલના રોજ યોજાયો હતો. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં આ રોગના કેસમાં અચાનક વધારો થયો, એક જ સપ્તાહમાં 41 દર્દીઓ આવ્યા 

વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજો માગી શકાશે નહી

પ્રથમ રાઉન્ડના પ્રવેશને લઈ અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાના આચાર્યોને સુચના આપી છે કે, જે બાળક જે-તે શાળામાં બાલવાટિકામાં હોય અને એ જ શાળામાં ધોરણ.1માં પ્રવેશ મળેલ હોય તો શાળાઓએ એનો એજ જી.આર નંબર એસ.એસ.એ.ના ઓનલાઈન પોર્ટલમાં દર્શાવવાનું રહેશે તેમજ એલ.સી આપવાની જરૂર પડશે નહી. DEO દ્વારા તમામ સ્કૂલોને સુચના આપવામાં આવી છે કે, વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજો માગી શકાશે નહી. જો પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવશે તો પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂ.10,000નો દંડ કરવામાં આવશે.

Back to top button