ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: એરપોર્ટના વોશરૂમના ડસ્ટબિનમાંથી રૂપિયા 50 લાખનું ગોલ્ડ મળ્યું

  • હાલ કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનું જપ્ત કરીને વધુ તપાસ આદરી
  • એરપોર્ટના સીસીટીવી કેમેરા ચેક કરીને શંકાસ્પદ વ્યક્તિઓની જાણકારી મેળવાશે
  • કચરાપેટીમાંથી મળેલુ સોનું 50 લાખથી પણ વધુની કિંમતનું છે

અમદાવાદ એરપોર્ટ ઉપરથી વોશરૂમના ડસ્ટબિનમાંથી 750 ગ્રામ શુદ્ધ સોનાની પેસ્ટ ગત તા.7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસે એક સફાઇકર્મીને મળી હતી. હાલની બજાર કિંમત જોતા આ કચરાપેટીમાંથી મળેલુ સોનું 50 લાખથી પણ વધુની કિંમતનું છે. સમગ્ર મામલે હાલ કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનું જપ્ત કરીને વધુ તપાસ આદરી છે.

આ પણ વાંચો: દુબઇથી સાઇબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતો મહંમદ જુનેદ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો 

સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે સવારે દિનેશ ગર્વા નામનો સફાઇ કર્મચારી સફાઇકામ કરી રહ્યો હતો ત્યારે વોશરૂમની ડસ્ટબિન સામાન્ય કરતાં વધુ વજનવાળી લાગતા તેને શંકા ગઈ હતી. કચરો ઠાલવીને તેણે તપાસ કરી તો તેમાંથી સોનાની પેસ્ટ નીકળી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી વસ્તુ 24 કેરેટનું 750 ગ્રામ વજનનું શુદ્ધ સોનું હોવાનું બહાર આવ્યુ હતું. સોનું કચરાપેટીમાં ક્યાંથી આવ્યું, કોણ તેને મુકી ગયું, કોણ તેને લેવા અવવાનું હતું. આ તમામ પ્રશ્નોના ઉત્તર માટે કસ્ટમ વિભાગે એરપોર્ટના સીસીટીવી કેમેરા ચેક કરીને શંકાસ્પદ વ્યક્તિઓની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વ્યક્તિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ગોલ્ડ પેસ્ટમાં સંતાડીને લાવ્યો

અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે લાખોની કિંમતના સોના સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. સોનાનું સ્મગલિંગ કરતા વ્યક્તિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ગોલ્ડ પેસ્ટમાં સંતાડીને લાવ્યો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે અલગ અલગ લોકો પાસેથી 5 કિલો સ્મગલિંગનું સોનું ઝડપી પાડ્યું હતું. કેરલા અને અમદાવાદ કસ્ટમ વિભાગે કરેલા જોઈન્ટ ઓપરેશનમાં એરપોર્ટ પરથી મોટી સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ કેરલના કસ્ટમ અધિકારી તેમજ અમદાવાદ કસ્ટમના એર ઈન્ટિલિજન્સના યુનિટના અધિકારીઓને મળેલ માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 5.5 કિલો સોનું જપ્ત કર્યું હતું. ભારત આવનાર મુસાફર દ્વારા પ્રાઈવેટ પાર્ટમાંથી પેસ્ટ સ્વરૂપે છુપાવવામાં આવ્યું હતું.

Back to top button