અમદાવાદઃ નારોલ વિશાલા બ્રિજ પર જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે મોત; CCTV આધારે તપાસ શરૂ


16 જાન્યુઆરી અમદાવાદ: શહેરના નારોલ વિશાલા બ્રિજ પાસે એકટીવા પર જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ટક્કર વાગતા યુવતી એકટીવા પરથી નીચે પટકાઈ જતા માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.
24 વર્ષીય ભાવિ મોદીનું ટક્કર વાગતા મોત
ઘટનાની જાણ થતા અમદાવાદ શહેર એમ ટ્રાફિક ડિવિઝન તાત્કાલિક સ્થળે પહોંચ્યું હતું અને સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ લાંબા પાસેના ગાયત્રી બંગલોમાં રહેતા ભાવિ મોદી નામની 24 વર્ષીય યુવતી પોતાની એકટીવા લઈને નારોલથી વિશાલા બ્રિજ તરફ જઈ રહી હતી. જ્યારે યુવતી શાસ્ત્રી બીજના છેડે પહોંચી ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે યુવતીના એકટીવાને ટક્કર મારી હતી. જે ટક્કર વાગતા યુવતી જમીન પર પટકાઈ હતી અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળે જ યુવતીનું મોત થયું હતું.
CCTVના આધારે ફરાર ઇસમની શોધખોળ શરૂ કરાઇ
પોલીસના જણાવ્યા મુજબ ટક્કર મારનાર અજાણ્યો ઈસમ હાલ ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે. CCTVના આધારે શોધ ખોળ શરૂ કરી દેવામાં આવી છે. હાલ આ બનાવવા અંગે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી અજાણા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે.