- યુવતી પાસેથી ઓનલાઈન રૂ. 13,26,850 લઈને છેતરપિંડી આચરેલી
- યુવકની પ્રોફઈલ મુજબ આ યુવક બ્રિટનના લિવરપુલનો વતની
- તપાસમાં ઢીલાશ રાખવાના મુદ્દે હાઈકોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી
અમદાવાદમાં વિદેશમાં રહેતા આરવ યશ આચાર્ય સાથે શાદી.કોમ દ્વારા પરિચયમાં આવેલી નવરંગપુરાની યુવતી સાથે ઓનલાઈન રૂ.13.26 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરવાના કેસમાં હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, સાઈબર ક્રાઈમ પોલીસ તપાસ અંગેનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરે. આ કેસની વધુ સુનાવણી 23 જૂને હાથ ધરાશે.
આ પણ વાંચો: AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારો માટે લેવાયો ખાસ નિર્ણય
કેસમાં બે વર્ષ સુધી તપાસમાં ઢીલાશ રાખવાના મુદ્દે હાઈકોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી
સાઈબર ક્રાઈમ દ્વારા આ કેસમાં બે વર્ષ સુધી તપાસમાં ઢીલાશ રાખવાના મુદ્દે હાઈકોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી છે. અરજદારની માગ હતી કે આ કેસની તપાસ એસપી રેંજના અધિકારી દ્વારા કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરીને કેસમાં ચાર્જશીટ ફઈલ કરવામાં આવે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલ ભાવિન ઠક્કરની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, અરજદાર યુવતી વર્ષ 2021માં શાદી.કોમ વેબસાઈટ થકી આરવ યશ આચાર્ય સાથે પરિચયમાં આવેલી હતી.
યુવકની પ્રોફઈલ મુજબ આ યુવક બ્રિટનના લિવરપુલનો વતની
શાદી.કોમ પર રહેલી આ યુવકની પ્રોફઈલ મુજબ આ યુવક બ્રિટનના લિવરપુલનો વતની છે અને તે યમનમાં ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરે છે. પરિચયમાં આવ્યા બાદ, અરજદાર આ યુવક સાથે વોટ્સએપ અને ગૂગલ હેંગ આઉટથી વધુ સંપર્કમાં આવેલા. પરિચય વધુ ગાઢ બનતા અરજદારે આ યુવક સાથે લગ્ન કરવાનુ વિચારેલ. આ પરિચયના સમગ્ર ગાળા દરમિયાન, યુવક દ્વારા સમયાંતરે આ યુવતી પાસેથી અલગ અલગ કારણોસર પૈસાની માગ કરાતી હતી અને તે તેને આપતી રહેતી હતી. જો કે, 14-07-2021ના રોજ આ યુવતી પર ફોન આવેલો કે યુવક દિલ્હી એરપોર્ટ પર છે અને તેની અટકાયત થયેલી છે. તેને છોડાવવા માટે પૈસાની જરૂર છે અને તેણી તે આપે.
યુવતી પાસેથી ઓનલાઈન રૂ. 13,26,850 લઈને છેતરપિંડી આચરેલી
આ બાબતને લઈ અરજદાર યુવતીને આશંકા જતા તેણે તપાસ કરતા ખબર પડેલી કે જે નંબર પરથી ફોન આવેલો છે, તે નંબર આંતરરાષ્ટ્રીય છેતરપિંડી માટે વાપરવામાં આવતા નંબરમાનો એક નંબર છે. આ મુદ્દે તેણીએ સાઈબર ક્રાઈમને ફ્રિયાદ કરેલી. જો કે, બે વર્ષ વિતવા છતા આ કેસની તપાસમાં પોલીસ ઢીલાશ વર્તી રહી છે. આ કેસમાં અલગ અલગ સમયે યુવક દ્વારા અરજદાર યુવતી પાસેથી ઓનલાઈન રૂ. 13,26,850 લઈને છેતરપિંડી આચરેલી છે.