અમદાવાદ: પાલડીના યુવકને ગઠિયાએ લિંક મોકલી રૂ.17.84 લાખ ઉડાવ્યા
- ગઠિયાએ સર્વરમાં એક્સેસ મેળવી 3 લાખની ઠગાઇ કરી
- ગૂગલ પરથી ટ્રેકોન કુરિયરનો નંબર મેળવી ફોન કર્યો
- મયૂર દવે વીમા એજન્ટનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
અમદાવાદમાં પાલડીના યુવકને ગઠિયાએ લિંક મોકલી રૂ.17.84 લાખ ગુમાવ્યા છે. જેમાં કુરિયર કરવા ગૂગલ પરથી નંબર મેળવી ફોન કરતા યુવકે 17.84 લાખ ગુમાવ્યા છે. પાલડીના યુવકને ગઠિયાએ લિંક મોકલી જેની પર ક્લિક કરતા જ પૈસા ગાયબ થયા હતા. પૈસા ઉપડી ગયા બાદ ઠગે ફોન સ્વિચઓફ કરી દીધો હતો. જેમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના મહામારી પછી બાયો મેડિકલ કચરાનું પ્રમાણ વધ્યું
ગૂગલ પરથી ટ્રેકોન કુરિયરનો નંબર મેળવી ફોન કર્યો
પાલડીમાં રહેતા યુવકે કુરિયર મેળવવા માટે ગૂગલ પરથી ટ્રેકોન કુરિયરનો નંબર મેળવી ફોન કર્યો હતો. તે સમયે ઠગે અરજન્ટ કુરિયર કરવા માટે યુવક પાસે રૂ. 5નું ટ્રાન્ઝેક્શન કરીને લિંક મૂકી હતી. લિંક પર ક્લિક કરતાની સાથે જ યુવકના ખાતામાંથી રૂ. 17.84 લાખ ઉપડી ગયા હતા. આ અંગે યુવકે અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવેલ આ વર્લ્ડ હેરિટેજ મ્યુઝિયમમાં વીજ બિલ નહીં ભરાતા અંધાર પટ
મયૂર દવે વીમા એજન્ટનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
પાલડીમાં રહેતો મયૂર દવે વીમા એજન્ટનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા ઇડર ખાતે આવેલ શ્રામદ્ જેસિંગબાપા હોસ્પિટલમાંથી મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. આથી મયુરે મુંબઇમાં રહેતા તેમના સંબંધીને લેન્સનો ઓર્ડર આપ્યો હતો. જેમાં ટેક્રોન કુરિયર કંપનીને લોન્સ ઇડર ખાતે મોકલી આપવાનો પણ ઓર્ડર આપ્યો હતો. બે દિવસ થયા બાદ લેન્સ ન આવતા મયૂરે ગુગલ પર ટ્રેકોન કુરિયરનો નંબર મેળવીને ફેન કર્યો હતો. તે સમયે રાહુલ શર્મા નામના શખ્સે ફેન ઉપાડયો હતો. આથી મયુરે અરજન્ટ કુરિયર મોકલી આપવાની વાત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે નેટવર્ક માટે 30 વર્ષનો માસ્ટર પ્લાન બનાવાશે
ગઠિયાએ સર્વરમાં એક્સેસ મેળવી 3 લાખની ઠગાઇ કરી
સરસપુરમાં રહેતા નીરજ પરમાર જીટીપીએલ કંપનીમાં લીગલ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગત નવેમ્બર મહિનામાં કંપની તરફ્થી એક લેટર આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, કંપનીની જાણ બહાર ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટમાં કોઇ અજાણ્યા શખ્સે એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ સિસ્ટમની મદદથી 47 ગ્રાહકોને જીટીપીએલ બ્રોડબેન્ડ કનેકશનની મુદત 365 દિવસ સુધી વધારી દીધી હતી. આથી કંપનીને રૂ. 3 લાખનું નુકસાન થયું હતુ.