એક તરફ ગુજરાતમાં નશાખોરીને લઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની પ્રવૃતિ કરતા કોઈ જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે તેવી વાતો કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેશન સંચાલિત નર્સરીઓમાંથી ગાંજાના છોડ મળી આવતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ તંત્રના બગીચા વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમદાવાદમાં ફરી મળ્યો ગાંજાનો છોડ
પ્રાપ્ત વિગતો મુજ ગુજરાત યુ.નિમાં ગાંજાનો છોડ પકડાયા બાદ હવે AMCની નર્સરી તેમજ રિવરફ્રન્ટ હાઉસ પાસેથી પણ ગાંજાનો છોડ મળી આવ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલી રિવરફ્રન્ટ્ર ઓથિરીટીની ઓફિસ પાસે બગીચામાંથી વધુ એક ગાંજાનો શંકાસ્પદ છોડ મળી આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમજ ગાર્ડનમાં ગાંજાના છોડ કેવી રીતે આવ્યા તેની તપાસ કરવાને બદલે ગાંજાના છોડને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : વડોદરાના ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારોનો હુમલો, અજાણ્યો શખ્સ બંદુક લઇને ઘૂસ્યો
AMCની નર્સરી તેમજ રિવરફ્રન્ટ હાઉસ પાસેથી પણ ગાંજાનો છોડ મળ્યો
ગઈકાલે ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીન હોસ્ટેલમાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા હતા, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે કોર્પોરેશન સંચાલિત નર્સરીમાંથી શંકાસ્પદ ગાંજાનો છોડ મળી આવતા અનેક વિવાદ સર્જાયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદ વિજય ચાર રસ્તા પાસે આવેલી AMC સંચાલિત સૌરભ નર્સરીમાંથી શંકાસ્પદ ગાંજાનો છોડ મળી આવ્યો છે. ગાંજાનો આ છોડ 5 થી 6 ફૂટનો હોવાનું સામે આવ્યું છે.
બગીચા વિભાગના ડાયરેક્ટરે કહ્યું- ‘કોઈએ રસ્તામાં બી ફેંક્યા હોવાથી ચોમાસામાં ઉગી નીકળે’
AMCની નર્સરી તેમજ રિવરફ્રન્ટ હાઉસ પાસેથી ગાંજાના છોડ મળવાને લઈને બગીચા વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે “ખુલ્લી જગ્યામાં છોડ મળ્યા છે., જેથી કોઈએ ગાંજો પીધો હોય અને તેના બી રસ્તામાં ફેંક્યા હોવાથી ચોમાસામાં ઉગી નીકળે છે’, ‘કોર્પોરેશન બગીચા વિભાગમાં લાવવામાં આવતા ખાતરમાં પણ આવા બી હોય તો પણ આવા નાશકરાર છોડ ઉગી નીકળે છે , આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે”.
શંકાસ્પદ ગાંજાનો છોડ મળી આવતા અનેક વિવાદ સર્જાયા
તેમજ આ ગાંજાનો છોડ કેવી રીતે નર્સરીમાં આવ્યો ? કોઈએ આ છોડને ઉગાડ્યો કે પછી આપમેળે આ છોડ અહિયાં ઉગી નીકળ્યો છે ? આવા અનેક સવાલ હાલ નર્સરીનું સંચાલન કરતા લોકો સામે ઉઠી રહ્યા છે. આ સાથે જાહેરમાં ઉગી નીકળતા આવા ગાંજાના છોડનો મતલબ ખુલ્લેઆમ નશાનો ઉપયોગ તંત્રની નાક નીચે થાય છે ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો :જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ કરનાર RPF જવાને કહ્યું – ‘મારી છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈ….