- આજીવન કેદની સજા થોડા સમય પહેલા પ્રયાગરાજ કોર્ટે ફટકારી
- જેલમાં રહેલા ગેંગસ્ટર અતિક અહેમદને ફરી ઉ.પ્ર. પોલીસ બોલાવશે
- ફરીથી યુપી પોલીસ પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવા માટે લઇ જઇ શકે છે
સાબરમતી જેલમાં રહેલા ગેંગસ્ટર અતિક અહેમદને ફરી ઉ.પ્ર. પોલીસ બોલાવશે. જેમાં હવે ઉમેશ પાલની હત્યાના કેસમાં અતીકની પૂછપરછ કે ધરપકડની શક્યતા છે. અહીંથી જ રાજુ પાલ હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના પ્લાનનો આરોપ છે. તથા પ્રયાગરાજ કોર્ટે ઉમેશ પાલના અપહરણમાં આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રૂ.1800 કરોડના સટ્ટાકાંડના આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
આજીવન કેદની સજા થોડા સમય પહેલા પ્રયાગરાજ કોર્ટે ફટકારી
ઉત્તરપ્રદેશમાં ગત, 24 ફેબ્રુઆરીએ રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગેંગસ્ટર અતિક અહેમદના ઇશારે તેના સાગરીતોએ કરી હોવાનું ખૂલતાં યુપી પોલીસ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. બાદમાં યુપી પોલીસે સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીને ઉમેશ પાલ હત્યા કેસના કેટલાક ડોક્યુમેન્ટ આપીને આ હત્યામાં અતીક અહેમદનું નામ આવ્યુ છે. આથી યુપી પોલીસ આગામી દિવસોમાં અતિક અહેમદની પૂછપરછ કરી શકે છે અથવા તો તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરે. મહત્વનું છે કે, અતિક અહેમદ, શૌકત હનીફ્, દિનેશ પાસીને વર્ષ 2006માં ઉમેશ પાલના અપહરણ કાંડમાં આજીવન કેદની સજા થોડા સમય પહેલા પ્રયાગરાજ કોર્ટે ફટકારી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ ફેરફાર કરાશે તો સીધી અસર બાંધકામો પર થશે
જેલમાં રહેલા ગેંગસ્ટર અતિક અહેમદને ફરી ઉ.પ્ર. પોલીસ બોલાવશે
બહુજન સમાજવાર્દી પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની વર્ષ 2005માં ડૉન અતીક અહેમદ અને તેના સાગરીતોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસનો મુખ્ય સાક્ષી ઉમેશ પાલ ગત, 24 ફેબ્રુઆરી 2023એ કોર્ટમાં જુબાની આપીને બે સિક્યુરિટી ગાર્ડ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સાબરમતી જેલમાં હાઇસિક્યોરિટી ઝોનમાં બંધ એવા ગેંગસ્ટર અતિક અહેમદના ઈશારે તેના પરિવારજનો અને સાગરીતોએ પર ફાયરિંગ કરીને હત્યા કરી હતી. આથી ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા સમગ્ર હત્યા કાંડના આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાંથી કેટલાક આરોપીઓને દબોચી લેવામાં યુપી પોલીસ સફળ રહી હતી.
ફરીથી યુપી પોલીસ પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવા માટે લઇ જઇ શકે છે
આરોપીઓની કબુલાતમાં સામે આવ્યુ કે, સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદે વોટ્સએપ મેસેજ, વિડીયો તેમજ ફોનથી ઉમેશ પાલની હત્યાનો પ્લાન ઘડયો હતો. આથી ઉમેશ પાલની હત્યા કેસમાં અતિક અહેમદનું નામ સામે આવતા યુપી પોલીસે તમામ પુરાવા ભેગા કરીને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી. યુપી પોલીસે ઉમેશ પાલની હત્યામાં સંડોવાયેલા હોવાની જેલના અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં યુપી પોલીસે જેલ તંત્રને લેટર ઑફ ઈન્ટીમેશન આપ્યો હતો. આ અંગે જેલના અધિકારીએ જણાવ્યુ કે, વર્ષ 2023માં નોંધાયેલ એક ગુનામાં અતીક અહેમદનું નામ ખૂલ્યું હોવાથી યુપી પોલીસે લેટર ઑફ ઇન્ટીમેશન આપ્યો છે. આથી યુપી પોલીસ આગામી દિવસોમાં સાબરમતી જેલમાં અતિક અહેમદની પૂછપરછ કરી શકે છે અથવા તેને ફરીથી યુપી પોલીસ પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવા માટે લઇ જઇ શકે છે.