ગુજરાત

અમદાવાદ-ગાંધીનગરની મુસાફરી હવે સરળ બનશે! નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Text To Speech

અમદાવાદ-ગાંધીનગર રોજ અપડાઉન કરનારા માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદ-ગાંધીનગર રોડને લઈને મહત્વની જાહેરાત કરી છે.

નીતિન ગડકરીએ કરી જાહેરાત

કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદ-ગાંધીનગર રોડને લઈને મહત્વની જાહેરતા કરી છે. નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેઓએ Twitter પર તસવીરો શેર કરી છે. માત્ર 15 કિલોમીટરના આ રોડથી ગુજરાતના બે મોટા શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકશે.

15 કિલોમીટરનો રોડ રુ.247 કરોડના ખર્ચે તૈયાર

ગડકરીએ Twitter પર લખ્યું- અમે રોડ ઈન્ફ્રાનો વિકાસ અને તેને મજબૂત કરવાના અમારા વચનને સતત પૂર્ણ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં, ચિલોડા-નરોડા હાઇવે વિભાગ (Pkg-VII) પણ તૈયાર છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેની અમારી અવિરત પ્રતિબદ્ધતાના પરિણામે ગુજરાત રાજ્યમાં 6-લેન ચિલોડા-નરોડા હાઈવે વિભાગ (Pkg-VII) ના વિકાસનું કામ પૂર્ણ થયું છે. આ 15 કિલોમીટરનો રોડ રુ.247 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

ટ્રાફિકમાંથી મળશે રાહત

લેનનો આ ઈન્ટરસેક્શન રોડ ટ્રાફિકને સરળ બનાવશે જેથી અહીથી પસાર થતા લોકોને હાઈવે પરના જામમાંથી પણ મુક્તિ મળશેઆ રોડ બનતા ન માત્ર ટ્રાફિકમાંથી મુક્તિ મળશે સાથે સાથે ઈંધણનો વપરાશ પણ ઘટશે અને પૈસાની પણ બચત થશે.હિંમતનગરનો ટ્રાફિક એસપી રીંગરોડ અને નાના ચિલોડા રીંગરોડ સર્કલ સુધી કોઈપણ જામ વગર પહોંચશે.આ સાથે ચિલોડા-નરોડા હાઇવે વિભાગમાંથી નેશનલ એક્સપ્રેસ વે 1 (NE-1) દ્વારા વડોદરા જવાનું પણ સરળ બનશે.

8 તબક્કામાં કામ પૂર્ણ થયું

આ ઈન્ટરસેક્શન માર્ગનું નિર્માણ પણ 8 તબક્કામાં પૂર્ણ થયું છે. પહેલા ઇન્ટરચેન્જ કરવામાં આવ્યા હતા પછી પુલ બનાવવામાં આવ્યો હતો. અને સર્વિસ રોડ અને રોડ ઈન્ટરસેક્શન બનાવ્યા પછી રસ્તા પરથી પાણી નિકાલ કરવા માટે ગટર અને કલ્વર્ટ પણ બનાવવામાં આવ્યા છે. રોડ તૈયાર થયા પછી સેફ્ટી ફીચર્સ અને સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, અને તેમાં અન્ય જરૂરી ઈન્ફ્રા પણ ઉમેરવામાં આવ્યા ત્યાર બાદ આ રોડનું બાંધકામ પૂર્ણ થયું હતું.

આ પણ વાંચો : ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાની કરી માંગ, જાણો શુ છે મામલો

Back to top button