ગુજરાત

અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો ફરી 45 ડિગ્રીને પાર થશે, 19-20 મેનાં રોજ હિટવેવની આગાહી

Text To Speech

અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો પ્રકોપ ફરી જોવા મળશે. હવામાન વિભાગે આગામી 19 અને 20 સુધી શહેરમાં હિટવેવની આગાહી જાહેર કરી છે. ગરમીનો પારો શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.

લો-પ્રેશરની અસરથી પવનની પેટર્ન બદલાઈ
ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

Back to top button