ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: FSIમાં જૂના જમીનમાલિકોને ફાયદો નહિ, AMCએ કર્યો આ નિર્ણય

  • એફએસઆઈ ઝોનમાં આવતી જગ્યાઓ સોનાની લગડી બની ગઈ
  • 4 એફએસઆઈ માંગણી કરતી દરખાસ્ત મ્યુનિ.ની ટીપી કમિટીમાં આવી
  • માંગણી ઓથોરિટીએ નકારી પોતાનું કાયદાકીય સાચુ વલણ સ્પષ્ટ કરી દીધું

અમદાવાદ મહાનગરપાલિકાની ટીપી કમિટીએ વાસણાની ટી.પી.સ્કીમ નંબર 26ના એક પ્લોટના સંદર્ભમાં કરેલા મહત્વના નિર્ણયથી કેટલાય લેભાગૂ તત્વોને લપડાક લાગી છે. સેન્ટ્રલ બિઝનેસ ડેસ્ક (CBD),ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન (TOZ), મેટ્રો અને બીઆરટીએસ આસપાસના બફર ઝોનમાં વધુ એફએસઆઈ મળતી હોવાથી તે મેળવી લેવા જુના જમીન માલિકો જાગ્યા છે. પરંતુ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે ટીપી સ્કીમ બની ગયા બાદ હવે બફર ઝોનમાં કોઈ નવા પ્લોટનો સમાવેશ નહીં કરાય. તેથી તેવા પ્લોટને 4 એફએસઆઈ આપવામાં નહીં આવે.

એફએસઆઈ ઝોનમાં આવતી જગ્યાઓ સોનાની લગડી બની ગઈ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)એ 2014માં ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો ત્યારે સેન્ટ્રલ બિઝનેસ ડેસ્ક (CBD), ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન (TOZ), મેટ્રો અને બીઆરટીએસ આસપાસના 200 મીટર અને 500 મીટરના બફર ઝોનને 4થી લઈને 5.6 એફએસઆઈ આપવાનો નિર્ણય લીધો હતો. જેના લીધે આ હાઈ એફએસઆઈ ઝોનમાં આવતી જગ્યાઓ સોનાની લગડી બની ગઈ હતી.

4 એફએસઆઈ માંગણી કરતી દરખાસ્ત મ્યુનિ.ની ટીપી કમિટીમાં આવી

દરમિયાનમાં વાસણા ટી.પી.26ના એક પ્લોટ માટે 4 એફએસઆઈ માંગણી કરતી દરખાસ્ત મ્યુનિ.ની ટીપી કમિટીમાં આવી હતી. પરંતુ ટીપી કમિટીએ તે નકારીને 4 એફએસઆઈ આપવાની ના પાડી દીધી છે. કમિટીએ જણાવ્યું કે ટીપી સ્કીમ બનાવતી વખતે મ્યુનિ. કે ઔડાને જરુરી નાગરિક સુવિધા કે માળખાકીય સુવિધા માટે જમીનના કોઈ ટુકડાની જરૂર હોય તો તે જમીનના ટુકડાને ટીપીની અંદર કે બહાર કરી શકે છે. પરંતુ તેને આધાર બનાવીને જુના જમીન માલિકો 4ની એફએસઆઈની માગણી ન કરી શકે.

માંગણી ઓથોરિટીએ નકારી પોતાનું કાયદાકીય સાચુ વલણ સ્પષ્ટ કરી દીધું

ચાલુ ડેવલપમેન્ટ પ્લાનમાં જે હાઈ એએસઆઈ ઝોનમાં 4થી 5.6 સુધી એફએસઆઈ મળે છે તે લાલચમાં આવીને જુના જમીન માલિકો આવી એફએસઆઈ મેળવવા દાવો કરવા મેદાને પડયા છે. જો કે આવી માંગણી ઓથોરિટીએ નકારી પોતાનું કાયદાકીય સાચુ વલણ સ્પષ્ટ કરી દીધું છે કે વર્ષો પહેલા લેવાયેલા નિર્ણયમાં ફેરબદલ ન થઈ શકે. એ વખતે કોઈ જમીન માલિકને ઓપી બહાર એફપી આપવાથી રસ્તાની પહોળાઈનો કે અન્ય કોઈ વિશેષ લાભ મળ્યો હોય તો તે જમીન માલિકને તે સ્વિકાર્ય હતો. તો પછી ભવિષ્યના વિશેષ લાભમાં કોઈ નુકસાની આવે તો તે તેને સ્વિકાર્ય હોવી જ જોઈએ.

એફપીને બફર ઝોનમાં સમાવવા માંગણી કરે તો તે કદી માન્ય રાખી શકાય નહીં

જેની સામે ઓથોરિટીનું એવું કહેવું છે કે આજથી 30, 40 કે 50 વર્ષ પહેલા કોઈ ટીપી સ્કીમ બની હોય ત્યારે ઓથોરિટીને કે જમીન માલિકને ક્યાં ખબર હતી કે 2014ના ડીપીમાં વધુ એફએસઆઈ માટે વિશેષ જોગવાઈ કરાશે. તે વખતે જે એફપી ફાળવાયો હતો તે જમીન માલિકે સ્વિકારી લીધો હતો. હવે તેને વધુ એફએસઆઈની લાલચ જાગે અને તેના એ વખતના ઓપીમાં (હાલના બફર ઝોનમાં) જ એફપી ફાળવવા અથવા તો હાલના એફપીને બફર ઝોનમાં સમાવવા માંગણી કરે તો તે કદી માન્ય રાખી શકાય નહીં.

Back to top button