ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીએ કર્યું AMC તિજોરીને કરોડોનું નુકસાન

Text To Speech

અમદાવાદમાં BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીએ AMC તિજોરીને કરોડોનું નુકસાન કર્યું છે. જેમાં જલધારા વોટર પાર્કની 17 વર્ષથી આકારણી જ કરાઈ નથી તથા એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. જેમાં BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપની પ્રત્યે AMC તંત્ર, શાસકોના ‘આંખ આડા કાન’ કરી રહ્યાં છે. શહેરમાં એકમાત્ર આકારણી વિનાની પ્રોપર્ટી છે. જેથી AMC તિજોરીને કરોડોનું નુકસાન થયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગયા વર્ષ કરતા 11 ઘણું વધુ ડ્રગ્સ પકડાયું તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો 

જવાબદારી ટેક્સ વિભાગની હોવાનું નિવેદન આપીને ઝૂ વિભાગે હાથ અધ્ધર કરી દીધા

BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપની પાસેથી એક રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલાયો નથી. AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અગમ્ય કારણોસર કાંકરિયા પરિસરમાં જલધારા વોટર પાર્કની છેલ્લાં 17 વર્ષથી આકારણી જ કરવામાં આવી નથી અને તેના કારણે તેની ટેક્સ પ્લેટ પણ જનરેટ થઈ નથી અને ટેક્સ બિલો પણ જનરેટ થતા નથી. શહેરમાં કદાચ આ એકમાત્ર પ્રોપર્ટી હશે કે જેની આકારણી કરવામાં આવી નથી. 1997માં થયેલા MOU અંતર્ગત પ્રોપર્ટી ટેક્સ ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે, તેવી શરત હોવા છતાં વેલ્યુએશન નહીં કરવાને કારણે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટે છેલ્લાં 17 વર્ષથી ટેક્સ ચૂકવ્યો નથી. આકારણી કરવાની જવાબદારી ટેક્સ વિભાગની હોવાનું નિવેદન આપીને ઝૂ વિભાગે હાથ અધ્ધર કરી દીધા છે.

આ પણ વાંચો:  અમદાવાદ: ઉદ્ગમ સ્કૂલની કરોડોના ફી ઉઘરાણી કર્યાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા 

BJPના શાસકો દ્વારા ‘આંખ આડા કાન’

ઝૂ વિભાગ, પ્રોપર્ટી ટેક્સ વિભાગ અને BJPના શાસકો દ્વારા ‘આંખ આડા કાન’ કરીને BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીને કરોડોનો લાભ ખટાવવામાં આવ્યો હોવાનું અને AMCની તિજોરીને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનું મ્યુનિ. વર્તુળોમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જલધારા વોટરપાર્કમાં ગરબાના આયોજન, ફુડ સ્ટોલ, લગ્ન સહિતના પ્રસંગો માટે ભાડે આપીને કરોડોની કમાણી કરનાર BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપની પાસેથી એક રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલાયો નથી.

AMC દ્વારા 1997થી જ્યારે આ વોટરપાર્ક બનાવીનેકોન્ટ્રાક્ટ અપાયો ત્યારથી આ મિલકતનો મ્યુનિ. ટેક્સ વિભાગમાં ક્યાંય પ્રોપર્ટી તરીકેનો ઉલ્લેખ નથી. વોટરપાર્ક બની ગયાના બે વર્ષ બાદ પણ ટેક્સ નંબર પાડયો નહિ અને ત્યારબાદ જ્યારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ ચલાવવા માટે આપ્યો ત્યારે તેને પ્રોપર્ટી ટેક્સ માફ્ કરવાના નામે ક્યાંય તેનો ઉલ્લેખ કર્યો નહોતો.

Back to top button