ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બનશે, જાણો તેની ટિકિટ અને પ્રવેશ માટે ના નિયમો

Text To Speech

વિશ્વમાં કોરોનાનો કહેર ફરી આવ્યો છે. જેમાં હવે ભારતમાં પણ કોરોના કેસ આવવા લાગ્યા છે. તેમાં અમદાવાદમાં પણ કોરોના સંક્રમણે પગપેસારો કર્યો છે. જેમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ સિંગલ આંકડામાં આવવા લાગ્યા છે. ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

રિવરફ્રન્ટ પર અમદાવાદ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર

AMS 2013થી અમદાવાદ ફ્લાવર શોનું આયોજન કરે છે. પાછલા બે વર્ષમાં કોરોનાને કારણે ફ્લાવર શોનું આયોજન બંધ રાખવામાં આવ્યું હતુ. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદમાં પ્રકૃતિ પ્રેમીઓ આ ફ્લાવર શોને નીહાળવા અને આનંદ લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. અમદાવાદ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી શરૂ થશે અને 12 જાન્યુઆરી સુધી ચાલશે.

ફ્લાવર શોની 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી

ઉલ્લેખનીય છે કે માસ્ક વગર ફ્લાવર શોમાં એન્ટ્રી આપવામાં આવશે નહી. ફ્લાવર શોની 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. એક જ જગ્યાએ ટિકિટ માટે ભીડ ના થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. ફ્લાવર શોમાં અંદાજિત 10 લાખ છોડ હશે. AMCની ઝોનલ ઓફિસે ટિકિટની વ્યવસ્થા રહેશે.

10 લાખથી વધુ રોપા દ્વારા ફૂલ છોડનું પ્રદર્શન યોજાશે

અમદાવાદ ફ્લાવર શોમાં આ વખતે G-20ની થીમ આધારિત કલ્પસર અને મેસેજ આપતા લખાણો, ઓલિમ્પિકની જુદી જુદી રમતોનું આકર્ષણ, આઝાદી કા અમૃત મહોત્સવ આધારિત કલ્પસર, 500 ફૂટની વિવિધ કલરની ગ્રીન વોલ અને સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જુદા જુદા ટાવરના સ્કલ્પસર છે, વાઇલ્ડલાઇફ આધારિત અલગ અલગ કલ્પસર પણ છે. સંજીવની પર્વતમાંથી હનુમાનજીની પ્રતિકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. 10 લાખથી વધુ રોપા દ્વારા ફૂલ છોડનું પ્રદર્શન યોજાશે.

Back to top button