ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ફલાવર-શોનું શહેરીજનોને આકર્ષણ, જાણો પ્રથમ દિવેસ કેટલા લોકોએ મુલાકાત લીધી

Text To Speech
  • ફલાવર-શોમાં વિવિધ પ્રકારના સ્કલપચર ઉપરાંત આઈકોનીક સક્લપચર મુકવામા આવ્યા
  • બાળકો માટે પણ હલ્ક, ડોરોમોન સહીતના અનેક આકર્ષણ રાખવામાં આવ્યા
  • તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટના રુપમાં રૂપિયા 10 લાખથી પણ વધુ આવક થઇ

અમદાવાદમાં શુક્રવારે સવારે ફલાવરશો-2025નો આરંભ થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓમાં આકર્ષણ જોવા મળ્યુ છે ફલાવર-શોની સાથે રાજયના મુખ્યમંત્રી દ્વારા શહેરમાં ટ્રી સેન્સસનો પણ આરંભ કરાવ્યો હતો. પહેલા દિવસે સાંજ સુધીમાં વીસ હજારથી પણ વધુ લોકોએ ફલાવર-શો નિહાળ્યો છે.

બાળકો માટે પણ હલ્ક, ડોરોમોન સહીતના અનેક આકર્ષણ રાખવામાં આવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કરવામાં આવેલા ફલાવરશોમાં અનેકવિધ આકર્ષણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. ફલાવર-શોમાં વિવિધ પ્રકારના સ્કલપચર ઉપરાંત આઈકોનીક સક્લપચર મુકવામા આવ્યા છે. બાળકો માટે પણ હલ્ક, ડોરોમોન સહીતના અનેક આકર્ષણ રાખવામાં આવ્યા છે. શહેરમાં ફલાવર-શોની સાથે ટ્રી સેન્સનો આરંભ કરાવતા રાજયના મુખ્યમંત્રીએ ઈવેન્ટ સેન્ટર ખાતે ટ્રી સેન્સનો આરંભ કરાવ્યો હતો.

તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટના રુપમાં રૂપિયા 10 લાખથી પણ વધુ આવક થઇ

ફલાવરશોના પહેલા દિવસે પહોંચેલા મુલાકાતીઓ મુકવામા આવેલા અનેકવિધ આકર્ષણો જોઈ આનંદ અનુભવતા હતા. મુલાકાતીઓએ તેમના અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં ત્રણ ભાષામાં આપ્યા હતા. મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટના રુપમાં રૂપિયા 10 લાખથી પણ વધુ આવક થવા પામી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનગી સ્કૂલોને GST ભરવા નોટિસ, સંચાલકો અને માલિકોમાં ચર્ચા શરૂ 

Back to top button