અમદાવાદઃ ફાયર NOC આપવા માટે 80,000ની લાંચની માંગ સાથે ફાયર ઓફિસરની ધરપકડ


22 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: શહેરના પ્રહલાદ નગર ફાયર સ્ટેશન AMCમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીની ફાયર એનઓસી આપવા માટે 80000 લાંચની માંગણી કરનારની એસીબીના હાથે છટકું ગોઠવીને ધરપકડ કરવામાં આવી છે.
ઇનાયત હુસેન ઇબ્રાહીમ શેખની ACBએ ધરપકડ કરી
અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મળેલી માહિતી મુજબ ઇનાયત હુસેન ઇબ્રાહીમ શેખ જે પ્રહલાદનગર ફાયર સ્ટેશન, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે. તેમણે મળેલી ફરિયાદ મુજબ ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. આ કેસમાં પણ બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી ફાયર વિભાગની કચેરી ખાતે મોકલી આપી હતી. જે ફાયર એન.ઓ.સી. અંદાજીત ત્રણ મહીના સુધી ના મળતા ફરિયાદીએ ઇનાયત હુસેન ઇબ્રાહીમ શેખને કચેરી ખાતે રૂબરૂમાં મળતા ફાયર એન.ઓ.સી. આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. પરંતુ લાંચના નાણા આપ્યા ન હતા જે બાદ ફરીયાદીને ફાયર એનઓસી મળી ગઇ હતી.
65000ની લાંચ લેતા ઝડપાયો
ફરિયાદીએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે ફાયર અધિકારીને રૂબરૂમાં મળી મળી ગયેલ ફાયર એન.ઓ.સી.ના વ્યવહારના રૂ.૮૦,૦૦૦/- નહી આપે તો ભવિષ્યમાં ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ધમકી આપી હતી. જે બાદ ફરીયાદી પાસેથી જે તે દિવસે રૂ. ૧૫,૦૦૦/- લઇ લીધા હતા અને બાકીના રૂ.૬૫,૦૦૦/- ની અવાર નવાર માંગણી કરવા જતા એ.સી.બી.નો સંપર્ક કરી છટકું ગોઠવી ફાયર અધિકારી ઇનાયતહુસેન ઇબ્રાહીમ શેખદ્વારા લાંચના નાણા રૂ. ૬૫,૦૦૦/- સ્વીકારી ઘટના સ્થળે એસીબી દ્વારા પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો હતો.